#If Pakistan crosses the border, there will be a surgical strike: Amit Shah
Aastha Magazine
#If Pakistan crosses the border, there will be a surgical strike: Amit Shah
રાષ્ટ્રીય

જો પાકિસ્તાન હદ પાર કરશે, તો થશે સર્જિકલ સ્ટ્રાઈક : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારના રોજ ગોવામાં જણાવ્યું હતું કે, રાજ્યને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ મનોહર પર્રિકરે માન્યતા આપી હતી. આ સાથે જ તેમણે સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરીને જણાવ્યું હતું કે, તે પાકિસ્તાનને સંદેશ છે કે તેમને કેવી રીતે જવાબ આપવામાં આવશે. જો પાકિસ્તાન આગળ કોઈ કાર્યવાહી કરશે તો સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે. ગુરુવારના રોજ ગોવા પહોંચેલા અમિત શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના શિલાન્યાસ સમારોહમાં બોલતા આ વાતો કહી હતી.

અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે પૂંછમાં હુમલો થયો, ત્યારે પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઈક કરીને ભારતે વિશ્વને જણાવ્યું હતું કે, ભારતની સરહદો સાથે છેડછાડ કરવી એટલી સરળ નથી. અમે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને ભવિષ્યમાં પણ જરૂર પડશે તો તે જ રહેશે. નરેન્દ્ર મોદી અને મનોહર પર્રિકરના નેતૃત્વમાં પ્રથમ વખત ભારતે પોતાની સરહદોની સુરક્ષા અને આદર સાબિત કર્યો હતો.

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પરીકર અંગે શાહે જણાવ્યું હતું કે, આખો દેશ મનોહર પરીકરને બે બાબતો માટે હંમેશા યાદ રાખશે. તેમણે ગોવાને તેની ઓળખ આપી અને બીજું તેમણે ત્રણ સૈન્યને વન રેન્ક, વન પેન્શન આપ્યું છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#If Pakistan crosses the border, there will be a surgical strike: Amit Shah

Related posts

152 પોલિસકર્મીઓને મળશે એક્સીલન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલ

aasthamagazine

વડાપ્રધાન નરેન્દ્ર મોદી : કુલ સંપત્તિ 3.07 કરોડ

aasthamagazine

ઓસ્ટ્રિયામાં કોરોના સંક્રમણ બેકાબૂ

aasthamagazine

તાલિબાન : યુવતીઓની ડેડબોડી સાથે પણ કરે છે દુષ્કર્મ

aasthamagazine

ATM ખાલી હશે તો બેંકોને થશે 10000નો દંડ

aasthamagazine

જુલાઈમાં 8 વાર વધ્યા પેટ્રોલના ભાવ

aasthamagazine

Leave a Comment