#Dwarka Deputy Collector #Nihar Bhetaria was caught taking a bribe of Rs 3 lakh
Aastha Magazine
#Dwarka Deputy Collector #Nihar Bhetaria was caught taking a bribe of Rs 3 lakh
ગુજરાત

દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા 3 લાખની લાંચ લેતા ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા રૂા.3 લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયાએ પાક રક્ષણ માટેના હથિયારનો પરવાનો આપવાના બદલામાં અરજદાર પાસેથી લાંચ માગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે જાણવા મળ્યા પ્રમાણે જિલ્લાના એક અરજદારને પાક રક્ષણ માટે હથિયારના લાયસન્સની જરૂરિયાત હોવાથી તેમણે અરજી કરી હતી. આ અરજી બાદ ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા દ્વારા અરજદારને હથિયારના લાયસન્સના બદલામાં રૂા.3 લાખની લાંચ માંગવામાં આવી હતી જે અરજદાર આપવા માંગતાં ન હોય તેમણે સ્થાનિક એસીબીમાં જાણ કરવાને બદલે સીધી ગાંધીનગર એસીબીમાં જ આ અંગેની ફરિયાદ કરી હતી.

ફરિયાદ મળ્યા બાદ ગાંધીનગર એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને તેમાં ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા અરજદાર પાસેથી લાંચ લેતાં રંગેહાથ પકડાઈ જતાં તેમની અટકાયત કરી ગાંધીનગર લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાંચકાંડમાં પકડાયા બાદ એસીબી દ્વારા નિહાર ભેટારિયાના ઘરની પણ તલાશી લીધી હતી. જો કે ત્યાંથી કશું વાંધાજનક મળ્યું કે કેમ તેની કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઉપરાંત લાંચકાંડ અંગે પણ એસીબી દ્વારા કોઈ જ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Dwarka Deputy Collector #Nihar Bhetaria was caught taking a bribe of Rs 3 lakh

Related posts

ગુજરાત : માવઠાથી ખેડૂતો મુશ્કેલીમાં

aasthamagazine

મૌલાના દાવત-એ-ઇસ્લામી પાક. સંગઠન ગુજરાતમાં એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે

aasthamagazine

કોરોનાના કેસ વધતા રાજ્યમાં નિયંત્રણો સાથે નવી ગાઈડલાઈન

aasthamagazine

અમદાવાદ બ્લાસ્ટ કેસના જજને ઝેડપ્લસ સુરક્ષા ફાળવાઈ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 07/02/2022

aasthamagazine

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી

aasthamagazine

Leave a Comment