



રાજકોટ એરપોર્ટની હવાઈ સેવામાં વહેલી સવારે રાજકોટ-મુંબઈની ડેઈલી ફલાઈટ શરૂ કરવા ઉદ્યોગપતિઓ અને મુસાફરોની માંગણી ઉઠતા આગામી તા.31 મી ઓકટોબરથી એર ઈન્ડીયાની રાજકોટ-મુંબઈ ડેઈલી ફલાઈટ સેવાનો પ્રારંભ થનાર છે.દિવાળીનાં તહેવારોમાં એર ઈન્ડિયાનાં શેડયુલમાં મોટા ફેરફાર થનાર છે.
રવિવારે ઉડ્ડયન શરૂ રહેશે
આ તા.31મી તારીખથી રાજકોટ-મુંબઈ એઆઈસી 601/602 દરરોજ સવારે 6-10 રાજકોટ લેન્ડીંગ થયા બાદ 6.40 કલાકે પરત મુંબઈ જવા ટેક ઓફ થશે.આ ઉપરાંત હાલ સાંજે રાજકોટ-દિલ્હી અને રાજકોટ-મુંબઈ ડેઈલી ફલાઈટનું ઉડ્ડયન તા.31 મીથી સપ્તાહમાં 4 દિવસ ઉડશે. જેમાં રાજકોટ-દિલ્હી એઆઈસી 403/404 સોમ,મંગળ,ગુરૂ,શનિ,અને રાજકોટ-મુંબઈ એઆઈસી 655/656 મંગળ,ગુરૂ, શુક્ર,રવિવારે ઉડ્ડયન શરૂ રહેશે.
નવા શિડયુલ એકાદ સપ્તાહમાં જાહેર
દિવાળીના તહેવારો એર ઈન્ડીયાએ દિલ્હી-મુંબઈની ડેઈલી સેવામાં કાપ મુકી આ બન્ને ફલાઈટ સપ્તાહમાં 4-4 દિવસનો શેડયુલ જાહેર કર્યો છે. દિવાળીનાં તહેવારોમાં એર ઈન્ડીયાએ સેવામાં કાપ મુકતા મુસાફરોને હવાઈ સેવામાં ઘટાડો થનાર છે.સ્પાઈસ જેટ અને ઈન્ડિગો કંપનીના શેડયુલમાં ફેરફાર થવાની શકયતાઓ છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot-Mumbai flight starts daily from 31st