



તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને સતત ચેસ્ટ કંજેશનની ફરિયાદ હતી. આ પછી, તેમને તાત્કાલિક પ્રભાવથી એમ્સના સીએન ટાવરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. AIIMS ડો.મનમોહન સિંહની તપાસ માટે મેડિકલ બોર્ડ બનાવાય રહ્યુ છે, જેનું નેતૃત્વ AIIMS ના ડોક્ટર રણદીપ ગુલેરિયા કરશે.
કોંગ્રેસના સચિવ પ્રણવ ઝાએ ટ્વિટ કર્યું હતું કે, પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ જીના સ્વાસ્થ્યને લઈને કેટલીક અફવાઓ ફેલાવાય રહી છે. તેમની હાલત સ્થિર છે. તેમની નિયમિત સારવાર ચાલી રહી છે. અમે જરૂર મુજબ અપડેટ્સ શેર કરીશું. અમે મીડિયામાં અમારા મિત્રોની ચિંતા માટે આભાર માનીએ છીએ.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Former #Prime Minister #Dr. Manmohan Singh’s health suddenly deteriorated