



એક જ અઠવાડિયામાં 8 હજારથી વધુ તાવના કેસ નોંધાયા છે. રાજકોટ કોર્પોરેશનની માહિતી મુજબ 4થી 10 ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના 20 તથા મેલેરિયાના 4 તથા ચિકનગુનિયાના 1 સહિત કુલ 25 કેસ નોંધાતા સિઝનનાં ડેન્ગ્યુના 156, મેલેરિયાના 42 તથા ચિકનગુનિયાનાં 18 કેસ નોંધાયા છે.
મેલેરિયા અટકાવવા ટીમની કાર્યવાહી
રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ડ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, લોકોને મચ્છર ઉત્પતિ સ્થાનો તથા તેના અટકાયતી ૫ગલા વિશે સમજ મળી રહે તે માટે આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા સોસાયટીમાં જઇ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન તથા મચ્છરના પોરાના જીવંત નિદર્શન દ્વારા આરોગ્ય શિક્ષણ આ૫વાની કામગીરી કરવામાં આવી છે. જે રીતે રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોગચાળો વકરી રહ્યો છે અને દિવસેને દિવસે ઝાડા-ઉલ્ટી ટાઇફોઇડ, મેલેરિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ચકાસણી કરાવવા માટે આવી રહ્યા છે.
વરસાદી પાણીના ભરાવો થવાને કારણે મચ્છરનો ઉપદ્રવ
ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણીના ભરાવો થવાને કારણે મચ્છરનો ઉપદ્રવ છે. જેથી મચ્છરજન્ય રોગોમાં કેસ સતત વધી રહ્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#In Rajkot district, the epidemic once again raised its head: the epidemic broke out