#The government sold one more #airport to the #Adani Group
Aastha Magazine
#The government sold one more #airport to the #Adani Group
રાષ્ટ્રીય

સરકારે વધું એક એરપોર્ટ અદાણી ગ્રુપને વેચી દીધું

જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટનુ નિયંત્રણ પણ અદાણી ગ્રૂપને મળ્યુ છે. અદાણી ગ્રૂપે સોમવારે આ એરપોર્ટનુ નિયંત્રણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) પાસેથી હસ્તગત કર્યુ.

સરકારે અદાણી ગ્રૂપને 50 વર્ષ માટે આ એરપોર્ટ લીઝ પર આપ્યું છે. એરપોર્ટના ડાયરેક્ટર જે એસ બલહારાએ સોમવારે અદાણી જયપુર ઇન્ટરનેશનલ લિમિટેડના ચીફ એરપોર્ટ ઓફિસર વિષ્ણુ ઝાને એરપોર્ટની પ્રતિકાત્મક ચાવી સોંપી હતી. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રૂપની પાસે છ એરપોર્ટ પહેલેથી જ છે અને આ સાથે જ તેમના નિયંત્રણમાં હવે સાતમુ એરપોર્ટ આવી ગયુ છે. અરબપતિ કારોબારી ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે જુલાઈ મહિનામાં જ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનુ ટેકઓવર પૂરુ કર્યુ છે.

દેશના મુખ્ય એરપોર્ટનું સંચાલન ખાનગી હાથમાં આપવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2019 માં બિડિંગ મંગાવ્યું હતું. ત્યારબાદ અમદાવાદ, લખનૌ, જયપુર, મેંગલુરુ, ગુવાહાટી અને તિરુવનંતપુરમ ખાતે અદાણી ગ્રુપ એરપોર્ટ મેનેજમેન્ટ અને ઓપરેશન આપવાનું નક્કી થયું. ગ્રુપની 100% પેટાકંપની અદાણી એરપોર્ટ એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ જીએમઆર જેવા મોટા ખેલાડીઓને હરાવીને 50 વર્ષ સુધી આ એરપોર્ટ ચલાવવાનો કરાર જીત્યો હતો

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#The government sold one more #airport to the #Adani Group

Related posts

પેટ્રોલ પંપ ફ્રી સર્વિસીસ – 07/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

AIMIMના ચીફ ઓવૈસીના કાફલા પર પાંચ રાઉન્ડ ફાયરિંગ

aasthamagazine

Speed News – 03/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

મહારાષ્ટ્ર : વરસાદને પગલે મૃત્યુઆંક 164

aasthamagazine

હિમાચલમાં ભારે વરસાદ : ધર્મશાળામાં એરપોર્ટને પણ બંધ

aasthamagazine

15 ઓગસ્ટે મોટા આતંકી હુમલાનુ ષડયંત્ર : સુરક્ષા એજન્સીઓ એલર્ટ

aasthamagazine

Leave a Comment