#The tallest building in #Gujarat will be built in #Gift City
Aastha Magazine
#The tallest building in #Gujarat will be built in #Gift City
ગુજરાત

ગિફ્ટ સીટીમાં બનશે ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડીંગ

ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સીટી (ગિફટ સીટી) માં
નિવાસ માટેની અદ્દભૂત સુવિધા પૂરી પાડતા સક્રિય જીવનશૈલી માટે ઉત્તમ વાતાવરણ ઓફર કરતા
તેના બીજા પ્રોજેકટ
‘સોભા એવલોન’ નો
પ્રારંભ કર્યો છે. 31 માળનો આ વૈભવશાળી રેસિડેન્શ્યલ પ્રોજેકટ 5400 મીટર વિસ્તારને આવરી લે છે અને
વિશ્વસ્તરની સુવિધાઓ સાથે આદર્શ વાતાવરણ રજૂ કરે છે.
ગુજરાતની સૌથી ઉંચી નિવાસી બિલ્ડીંગ સોભા ડ્રીમ હાઈટસ રજૂ કર્યા પછી તુરત જ હાઉસ ઓફ સોભા તરફથી ગિફટ સીટીમાં
બીજા લકઝરી પ્રોજેકટ શોભા એવલોન ની રજૂઆત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કંપનીનો પોર્ટફોલિયો મજબૂત કરવા માટે આ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો છે. સોભા એવલોન ની ડિઝાઈન એ રીતે કરવામાં આવી છે કે જેથી તે સક્રિય જીવનને સાનુકૂળ બની રહે. આ હેતુથી એમાં 7070 ચો.ફૂટ વિસ્તારમાં પથરાયેલુ, ઈનડોર અને આઉટડોર જીમની સુવિધા ધરાવતા
વૈભવશાળી કલબહાઉસની સગવડ પૂરી પાડવામાં આવી છે.
આ ઉપરાંત ટેરેસ લોન્જ, રિફલેક્સોલોજી વૉક માટે ટ્રેક, કો-વર્કીંગ સ્પેસ, સ્વિમીંગ પૂલ, મેડીટેશન ડેક
અને પ્રસંગોની ઉજવણી માટે લોન સહિતની સગવડો પૂરી પાડવામાં આવી છે. કોવિડ પછીના સમયમાં વર્ક ફ્રોમ હોમ (WFH) માટે
વિસ્તૃત
જગા પૂરી પાડવાની સાથે સાથે બાલકનીઝ નિવાસ કરનાર પરિવારને કુદરત સાથે જોડવાની સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત પ્રોજેકટને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે પૂરતા પ્રમાણમાં કુદરતી પ્રકાશ મળી રહે.

સોભા લિમિટેડના ચેરમેન રવિ મેનન જણાવે છે કે “જેને તાજેતરમાં ઈન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) તરફથી ગ્રીન માસ્ટર પ્લાનિંગ, ડીઝાઈન અને ફેઝ-1ના વિકાસ માટે ‘પ્લેટિનમ’ સર્ટિફિકેશન આપ્યું છે તે
ગિફટ સીટીનો હિસ્સો હોવાનો અમને આનંદ છે.
વર્ષ 2024 સુધીમાં અમદાવાદ મેટ્રો રેલ નેટવર્ક અને વધતા જતા વિદેશી રોકાણોના કારણે ગિફ્ટ સિટી કોમર્શિયલ અને નિવાસ માટેનું ઈચ્છનિય હબ બન્યું છે. સોભા એવલોન નિવાસીઓને વૈભવશાળી આવાસ પૂરો પાડવાની સાથે સાથે ‘વૉક ટુ વર્ક’ ના સંપૂર્ણ સંયોજન વડે ગિફ્ટ સિટીનું જે હેતુથી નિર્માણ કરાયું છે તે અભિગમને સાકાર કરે છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#The tallest building in #Gujarat will be built in #Gift City

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે મોટા ફેરફારો, અધિકારીઓની થશે બદલી

aasthamagazine

હવે માત્ર 8 મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂ રહેશે અમલી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/02/2022

aasthamagazine

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કુલ 3300 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે

aasthamagazine

ગુજરાત : IAS પંકજ કુમાર iasબન્યા મુખ્ય સચિવ

aasthamagazine

Leave a Comment