#Now the #flight will fly with full passenger capacity
Aastha Magazine
#Now the #flight will fly with full passenger capacity
રાષ્ટ્રીય

હવે સંપૂર્ણ યાત્રી ક્ષમતા સાથે ઉડશે ફ્લાઈટ

એયર સર્વિસને લઈને સરકાર તરફથી રજુ થયેલા એક તાજા નિવેદન મુજબ 18 ઓક્ટોબર 2021થી બધી એયરલાઈન દોમેસ્ટિક રૂટ્સ પર 100 ટકા કૈપેસિટી સાથે ઓપરેશન ચાલુ રાખી શકે છે. વર્તમાનમાં ડોમેસ્ટિક રૂટ ફક્ટ 85 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની અનુમતિ છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક આદેશ બહાર પાડીને જણાવ્યું કે 18 ઓક્ટોબરથી ઘરેલુ ફ્લાઈટ્સ તેની પૂરી ક્ષમતા સાથે ઉડાણ ભરી શકશે એટલે કે એરલાઈન્સ કંપનીઓ પુરા પ્રવાસીઓને બેસાડી શકશે. પ્રવાસીઓના બેસાડવા પરનો પ્રતિબંધ હટાવાયો છે.18 ઓક્ટોબરથી પૂરી ક્ષમતા સાથે ઉડાણ ભરી શકશે ડોમેસ્ટિક ફ્લાઈટ

મંત્રાલયે જણાવ્યું કે શિડ્યુઅલ ડોમેસ્ટિક ઓપરેશન અને તેની સામે પેસન્જર ડિમાન્ડની હાલની માગની સમિક્ષા બાદ 18 ઓક્ટોબરથી કોઈ પણ જાતના ક્ષમતા પ્રતિબંધ વગર શિડ્યુઅલ ડોમેસ્ટિક એર ઓપરેશનને પુર્વવત કરવાનો નિર્ણય લેવાયો છે.
ગયા વર્ષે કોરોના લોકડાઉન બાદ જ્યારે હવાઈ સેવા ફરીથી શરૂ કરવામાં આવી હતી (મે 2020), પૂર્વ-કોવિડ સ્તરની સરખામણીમાં એરલાઇનની ક્ષમતા ધીમે ધીમે વધારવામાં આવી હતી. હાલમાં તે 85 ટકા છે. સરકારના આ નિર્ણયથી એરલાઇન કંપનીઓને ઘણો ફાયદો થશે. તેઓ વધુ ઉડાન ભરી શકશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Now the #flight will fly with full passenger capacity

Related posts

કાબુલથી લાવવામાં આવ્યા ગુરુ ગ્રંથ સાહિબના ત્રણ સ્વરૂપ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 16/02/2022

aasthamagazine

પહોડોથી લઈ મેદાની વિસ્તારો સુધી કડકડતી ઠંડી પડી રહી છે

aasthamagazine

ભારતની સિધ્ધિને WHOએ ગણાવી ઐતિહાસિક : એક જ દિવસમાં એક કરોડ રસીના ડોઝ

aasthamagazine

Speed News – 19/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

દિલ્હી : પ્રદુષીત હવા શુદ્ધ કરવા દેશનો પ્રથમ સ્મોગ ટાવર કાર્યરત

aasthamagazine

Leave a Comment