



નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93ને ૨૫૦૦ ફૂલ સ્કેપ નોટબુકનું દાન પ્રાપ્ત થયું. શાળા નં ૯૩માં આચાર્ય વનિતાબેન રાઠોડ દ્વારા લોકભાગીદારી અને લોક સહયોગ દ્વારા શાળા વિકાસ અને શાળામાં ખૂટતી ભૌતિક સુવિધાઓ પૂરતી માટેના પ્રયાસો થઈ રહ્યાં છે. હાલમાં જ શાળા નં ૯૩ને ૩૫ હજાર રૂપિયાની વિવિધ વસ્તુ સ્વરૂપે દાન પ્રાપ્ત થયું. જેમાં શાળા કાર્યક્રમ માટે ઉપયોગી લાકડાનું પોર્ડિયમ, વિવિધ કબાટ, બે મોટી ડસ્ટબીન અને ૧૧ કચરા પેટીઓ, બે લોખંડના મેગેઝિનના સ્ટેન્ડ આ ઉપરાંત શાળા માટે ખૂટતી ભૌતિક સુવિધાઓની પૂર્તિ કરવામાં આવી. આજરોજ દાતાશ્રી દ્વારા શાળાના બાળકો માટે ૨૫૦૦ ફુલ સ્કેપ નોટબુકનું અનુદાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત શાળામાં રંગરોગાન, શાળામાં પીવાના પાણીની સુવિધા, બાળકો માટે વોટર કુલર તથા શાળાના ગાર્ડન માટે ડીપ ઇરીગેશન માટે ની સુવિધા દાતાશ્રી દ્વારા કરવામાં આવી રહી છે. શાળાના બીજા માળ પરની દીવાલોમાં ખૂબ ભેજનું પ્રમાણ રહેતા શાળાની દીવાલોની વોટર પ્રૂફિંગ તે કર્યા બાદ શાળાને રંગરોગાન, શાળાની દીવાલોમાં બાળકોને ઉપયોગી ચિત્રોનું ચિત્રકામ પેઈન્ટીંગકામ, આ ઉપરાંત બાળકો માટે શાળાને ૫૦થી વધુ કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર માટેનું ઈલેક્ટ્રીક ફીટીંગ, એ ઉપરાંતની બીજી સુવિધાઓ પણ દાતાશ્રીઓ દ્વારા હાલમાં કાર્યરત છે. વનિતાબેન રાઠોડ ને હાલમાં પાંચમી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયા બાદ શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળા નં ૯૩માં થતી કામગીરી ની જાણ સમાજને થતા સમાજનુનો સહકાર અને લોકભાગીદારીનો ધોધ શાળામાં વહેવા લાગ્યો છે. વનિતાબેન રાઠોડે કરેલા અથાગ પ્રયાસો અને પ્રયત્નો ને કારણે શાળામાં સતત નવા ફેરફારો અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે હાલમાં દાતાશ્રીઓ દ્વારા શાળાના બાળકોને ખૂટતી શૈક્ષણિક સુવિધાઓની પૂર્તિ તથા ભૌતિક સુવિધાઓની પૂર્તિ માટે પ્રયાસો થઈ રહ્યા છે. શાળામાં એક સંનિષ્ઠ આચાર્ય હોવાથી આ સરકારી શાળાને ખૂબ અદ્યતન બનાવવા માટે લોકભાગીદારી પ્રાપ્ત થઇ રહી છે. એક સરકારી શાળામાં ઉત્તમ પ્રકારની સુવિધાઓ ની પૂર્તિ કરવા માટે સમાજના લોકો ભાગીદાર થઈ રહ્યા છે. વનિતાબેન રાઠોડ દાતાશ્રીઓનો આભાર માની રહ્યા છે. શાળાને મળેલ લોક સહયોગ અને લોકભાગીદારી માટે શાળા પરિવારને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન સાહેબશ્રી અતુલભાઈ પંડિત, શાસનાધિકારીશ્રી કિરીટ પરમાર, કેળવણી નિરીક્ષકશ્રી ડૉ. પૂર્વીબેન ઉચાટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બધાં સદસ્યશ્રીઓ, યુઆરસીશ્રી દિપકભાઈ સાગઠીયા, યુઆરસીશ્રી શૈલેષભાઈ ભટ્ટ, સી.આર.સી શ્રી પ્રકાશભાઈ ચાવડા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
#Rajkot: Donation Falls at Shri Vinoba Bhave Pay Center School No. 93