



જયારે નાના હતા ત્યારે સૌથી વધારે પુછાયેલ સવાલ.. બેટા મોટા થઇને તારે શું બનવું છે ? આ સવાલ નો જવાબ હવે મળ્યો.. ફરી થી બાળક…
બાળકો સાથે રહી ને મન થી બાળક બની શકાય આથી વધુ તો કઇ ના કરી શકાય બાળક સાથે રમતા હોઇ ત્યારે ખબર નઇ જીવનના બધા જ દુ:ખ ભુલાય જાય એ એક અનેરો આનંદ માણવા માં ખોવાઇ જાય. પરંતુ આખો દિવસ છોડી ને બાળકો સાથે રામતરાળમાં કરાઇ ! કામકાજ પણ હોઇ ને ! એવું પણ ઘણા લોકો વિચારી ને એમના જીવનમાં જોબ પર જતા હોઇ છે. પરંતુ સિદ્ધિ એ કંઇક અલગ જ વિચાર્યું અને સિદ્ધિ બેબે ફોટોગ્રાફી ની શરૂઆત કરી. આમ તો સિદ્ધિ એ સાયકોલોજી સબજેકટમાં એમ.એ. કર્યું છે. પરંતુ બાળકો સાથે નો લગાવ અને બિઝનેસ તરફ ઝુકતો સ્વભાવ. સિદ્ધિએ બેબે ફોટોગ્રાફી માટે પહેલ કરી. બાળકો સાથે પપ્રેમ અને લગાવ તો સિદ્ધિ ને એમના મમ્મી પાસેથી ગળથુંથી માં જ મળેલ. બાળકો સાથે ની કેમેસ્ટ્રી અને બોન્ડિંગ પણ ખૂબ જ સરસ..
પહેલે થી સ્વનિર્ભર સિદ્ધિ સાઇકોલોજી વિષય પર એમ.એમ. કરતા પાર્ટ ટાઇમ જોબ પણ કરી. ગુજરાતમાં સાઇકોલોજી માટે કઇ ખાસ ઓપર્ચ્યુનિટિ ના મળતા અને બીજી તરફ બાળપણમાં જ એમના મમ્મી પપ્પા ને બિઝનેસ માટે મહેનત કરતા જોયેલા તેથી બિઝનેસ તરફ ઝુકાવ રહેતો. એક વાર જન્માષ્ટમીના સમયે મેળામાં ગયેલ ત્યારે સિદ્ધિ ના ભાઇ રવિ જૈન ને સિદ્ધિ ને મેળામાં કોઇ અજાણ્યા બાળકો સાથે રમતા અને એમના ફોટો કલીક કરતા જોઇ. ફોટા પણ ખુબ સુંદર હતા એ જોઇ ને રવિ એ સિદ્ધિ ને કહ્યું કે તું આજ કર બેબી ફોટોગ્રાફી આ રીતે સિદ્ધિ બેબી ફોટોગ્રાફી નો પ્રારંભ કર્યો.
બિઝનેસ ના સપના સાથે પ્રારંભ તો થઇ પરંતુ બિઝનેસ નું પહેલું સ્ટેપ ઇનવેસ્ટમેન્ટ અને ટેક્નિકલ નોલેજ. કેમેરા અને બેઝિક ઇકવીપમેન્ટ માટે તો સિદ્ધિ એ એની પ વર્ષ કરેલ જોબની બચત ખર્ચી નાખી. અને આવી રીતે 2013 માં સિદ્ધિ બેબી ફોટોગ્રાફી બુટ સ્ટે્રપ, સ્ટાર્ટઅપ ની શરૂઆત થતા જ ટેકનિકલ નોલેજ માટે સિદ્ધિ એ રાજકોટના ફેમસ વેડિંગ ફોટોગ્રાફર્સ ની મદદ લીધી. એક વર્ષ સિદ્ધિએ વેડિંગ ફોટોગ્રાફી માં કામ કરી ને પ્રોફેશ્નલ ફોટોગ્રાફી અને એડિટીંગ ની સ્કિલ ડેવલોપ કરી અને સાથે સાથે બેબી ફોટોગ્રાફી પ્રોપ્સમાં પણ ઇનવેસ્ટમેન્ટ કર્યું. પ્રારંભે તો ફેમિલિ, ફ્રેન્ડસ અને પર્સનલ કોન્ટેક માં થી જ કામ મળ્યું. જેમાં લોકો એ સિદ્ધિ ની ખુબ પ્રશંસા કરી ત્યારે આ માટે કોઇ કોર્ષ પણ થતા ના હતા કે ના તો કોઇ પ્રોપ્સ મળતા હતા એટલે પ્રોપ્સ પણ જાતે જ બનાવવા પડતા.
2019 માં ત્રણ બેસ્ટ રેટેડ, દ્વારા સિદ્ધિ બેબી ફોટોગ્રાફી ને રાજકોટના બેસ્ટ ફોટોગ્રાફર તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ટીબીઆર રીવ્યુ, રેટિંગ, રેપ્યુટેશન, હિસ્ટોરી, સેટિસફેકસન ટ્રસ્ટ જેવા 50 ઇન્સપેકશન પોઇન્ટ ચેક કાર્ય બાદ શહેર ના ટોપ 3 બિઝનેસ માં સિદ્ધિ, બેબી ફોટોગ્રાફી સૌથી ટોપ પર છે. સિધ્ધિ બેબી ફોટોગ્રાફી એ હોસ્પિટલ પોટ્રેચેર ની કોન્સેપ્ટ પણ રાજકોટમાં પ્રારંભ કર્યો જેાં તેઓ મેટરનિટી હોસ્પિટલમાં બાળક જન્મે તે જ દિવસે હોસ્પિટલમાં જ નાનું શૂટ કરે અને હોસ્પિટલ ના લોગો સાથે ફ્રેમ કરી ને હોસ્પિટલને પ્રોવાઇડ કરતા અને હોસ્પિટલમાં પેસન્ટ બાળક ના ફેમિલી ને ગિફટ આપતા. આમ, એક માતે અને બાળક ની અમૂલ્ય પળ કેમેરામાં કેદ કરી ને હાર હંમેશ સાચવતી.
સિદ્ધિ, બેબી ફોટોગ્રાફી મેટરનિટી થી લઇને 12 વર્ષના બાળકો ના શૂટ માટે એકસપર્ટ છે. માત્ર રાજકોટમાં જ નહિં પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ થી લઇ ને વાપી સુધી ના શહેરો માં ફોટોગ્રાફી માટે સિદ્ધિ ને બોલાવે છે. આશ્ર્ચર્યની વાત એ છે કે ન્યૂ બોર્ન શૂટ જન્મના પહેલા ત્રણ અઠવાડિયા સુધીમાં એ પણ ખુબ જ કાળજી સાથે કરે છે. આ દિવસોમાં બેબી ખુબ જ નાજુક હોય છે. અને તેની મમ્મી પણ ઊંચકતા ડરે. ત્યારે સિદ્ધિ એમના બેબી ની એકદમ કાળજી પૂર્વક, પ્રેમ થી અને વહાલ થી સાચવીને શૂટ કરતા જોઇ ને તેઓ નિશ્ર્ચિત થઇ ને આરામથી બેસે છે. આમ, વર્લ્ડ કલાસ ફોટોગ્રાફી ની સાથે લવ એન્ડ કેરિંગ શૂટ પણ, મેટરનિટી પોઝ અને ક્રિએટિવિટી માટે સિધ્ધિ જાણીતી છે. એમનો સ્ટુડિયો રોયલ હાઇટસ, બીજો માળ, સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ રોડ, કાલાવડ રોડ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રનો એકમાત્ર એકસકલુઝિવ બેબી ફોટોગ્રાફી સ્ટુડિયો છે.
*મોબાઇલ : 7228888823
#Rajkot: Siddhi Jain’s Aneri Siddhi: Baby Photography