



સોમનાથ મહાદેવના દર્શન માટે કોરોના મહામારીના કારણે પાસ સીસ્ટમ અમલમાં આવેલ હતી જે 14 મહિના બાદ પાસ વગર સ્થાનીકો-યાત્રીકો દર્શન કરી શકનાર છે.
સોમનાથ મંદિરમાં કોવિંડ મહામારીને લઇને મંદિરના કોવિડની ગાઇડ લાઇનના નીયમ પ્રમાણે દર્શન કરવા માટે પાસ મેળવવા પડતા હતા. જે હવે આજથી તા.11 ઓકટોમ્બરના સોમવાર થી પાસ મેળવ્યા વગર દર્શન કરવા દરેક દર્શનાર્થી જઇ શકનાર છે. દરેક શિવ ભક્તોએ સોમનાથ મંદિરમાં દર્શનાર્થે જતા માસ્ક પહેરવું સહીતના સાવચેતીના પગલાઓ કોવિંડની ગાઇડ લાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેનાર છે.
તા.20 જુલાઇ 2020 ના શ્રાવણ માસથી દર્શનાર્થીઓ માટે પાસ સીસ્ટમ ફરજીયાત કરવામાં આવેલ હતી
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Start darshan without pass for darshan of #Somnath Mahadev