#Surat: #Police beat up #students playing without masks
Aastha Magazine
#Surat: #Police beat up #students playing without masks
સુરત

સુરત : માસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓ પર પોલીસનો ઢોર માર : ઝપાઝપી થઇ

સુરત શહેરના ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું. સુરતની ઉમરા પોલીસે અચાનક રેડ પડતા વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવાનું કહ્યું હતું અને કેમ્પસમાં કોની મંજૂરીથી ગરબા રમો છો એમ કહેતા વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં દાખલ થયા છો.જયારે અમારી પાસે નવરાત્રી આયોજન માટે ની મંજૂરી છે.ત્યારે એ બાબતને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યાર બાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાવાયો હતો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક દિવસની ગરબા આયોજન ની મંજૂરી આપવામાં આવી હતી.જેમાં માત્ર યુનિવર્સીટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગરબા રમતી વખતે ઉમરા પોલીસે ત્યાં પહોંચીને વિદ્યાર્થીઓને સૂચના આપી હતી.વિદ્યાર્થીઓએ તેનું વિરુદ્ધ કરતા પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યું હતું.ત્યારબાદ વિદ્યાથિઓ અને પોલીસે કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી.વધુ સ્થિતિ ગંભીર થતા પોલીસે અન્ય કર્મચારીને બોલાવ્યા બાદ વિદ્યાર્થીઓને ઘસડી ઘસડીને માર મારવામાં આવ્યું હતું અને તેમની અટકાયત કરીને વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.

વિદ્યાર્થીઓની ટોળીએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધો હતો.

વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાંથી પોલીસ સ્ટેશન લઇ જતા, મોટી સંખ્યાઓમાં વિદ્યાર્થીઓએ પોલિસ સ્ટેશનમાં તેમને છોડાવવા ઘેરાવો કરવા પહોંચ્યા હતા,વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમે પરમિશન સાથે ગરબાનું આયોજન રાખ્યું હતું છતાં તમે કેમ્પસમાં કેમ દાખલ થયા.અને ખોટી રીતે દાદાગીરી કરી.એમ કહી પોલીસનું વિરોધ કરવા લાગ્યા.વિદ્યાર્થીઓનાં ટોળાંનો ઉમરા પોલીસ સ્ટેશનમાં 3 કલાક સુધી હંગામો ચાલુ રહ્યું.

વિદ્યાર્થીઓએ પોલીસનું વિરોધ કર્યું હતું

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Surat: #Police beat up #students playing without masks

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

Speed News – 15/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

સુરતમાં AAPના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા

aasthamagazine

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

Leave a Comment