



ભારતના તમામ અદાણી પોર્ટ પર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવેલા સામાન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અદાણી પોર્ટે કહ્યું છે કે તે આ દેશોમાંથી આવનારા કાર્ગોને હેંડલ કરશે નહીં. આ નિર્ણય 15 નવેમ્બરથી લાગૂ થશે.
દેશના કાર્ગો હેન્ડલિંગમાં અદાણી ગ્રુપનો 25%નો બજારનો હિસ્સો
છે. કંપની 13 પોર્ટ
પર પોતાનુ ઓપરેશન ચલાવે છે.
સપ્ટેમ્બરમાં ડ્રગ્સ જપ્ત થઈ હતી
ઉલ્લેખનીય છે કે ગુજરાતના અદાણી પોર્ટ પર તાજેતરમાં જ મોટા પાયે ડ્રગ્સ જપ્ત કરવામાં આવી હતી. આ કારણે અદાણી તેમજ સરકારની ભારે ટીકા થઈ હતી. તમામ રાજકીય પક્ષોએ તેને મુદ્દો બનાવ્યો હતો. અદાણી ગ્રુપે સોમવારે એક નિવેદન રજુ કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે પોર્ટ SEZ પર એક્ઝિમ કન્ટેનરને હેંડલ નહી કરવામાં આવે. આ નિયમ ત્રણ દેશોને લાગુ થશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Adani port: Ban on goods coming from# Pakistan, #Afghanistan and #Iran