



ઔદ્યોગીક રાજયો ગણાતા ગુજરાત તથા મહારાષ્ટ્ર પણ વિજ કટોકટીના આરે ધકેલાવા લાગ્યા છે વિજ સંકટને પગલે ગૃહમંત્રી અમિત શાહ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાને આવ્યા છે. વડાપ્રધાન કાર્યાલયમાં આ મામલે તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. દેશના સૌથી મહત્વના બે ઔદ્યોગીક રાજયો રહેલા ગુજરાત તથા મહારાષ્ટ્રમાં પણ વિજ પરિસ્થિતિ વણસવા લાગી છે. અત્યાર સુધી કેરળ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, દિલ્હી જેવા રાજયો કેન્દ્ર પાસે તત્કાળ કોલસાના પુરવઠાની માંગ કરતા હતા. મહારાષ્ટ્રમાં ઉર્જા વિભાગે વિજ કટોકટીની ચેતવણી ઉચ્ચારી છે.
જયારે વીજ ઉત્પાદન એકમો દ્વારા પરિસ્થિતિ કાબુમાં હોવાનો સંકેત આપવામાં આવ્યો હોવાથી ગુંચવણભરી હાલત ઉદભવી છે. ગુજરાતમાં પણ હાલત ખરાબ થવા લાગી છે. તહેવારોને કારણે વિજ ડીમાંડમાં પણ મોટો વધારો થવા લાગતા વિજળીની અછત દેખાવા લાગી છે.ગુજરાતમાં આયાતી કોલસા આધારીત વિજ ઉત્પાદન કરતાં મોટાભાગનાં મથકો બંધ થઈ ગયા છે આ ઉત્પાદન મથકોમાં આઠ ગીગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન થાય છે
તેની ખાધ પડતાં વિજ કટોકટીનાં ભણકારા છે. દરમ્યાન કોલસાની અછત ધરાવતાં વિજ ઉત્પાદન એકમોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે સરકારી આંકડા જ એવુ સુચવે છે કે 70 વીજ પ્લાંટો પાસે માત્ર ચાર દિવસ ચાલે તેટલો કોલસાનો સ્ટોક છે.જયારે 26 પ્લાન્ટમાં સાત દિવસનો સ્ટોક છે.બીજી પ્ફ સરકાર દ્વારા પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે કોલસાનો પર્યાપ્ત સ્ટોક છે અને ઉત્પાદન પણ વધવા લાગ્યુ છે.
સાથોસાથ સપ્લાય પણ વધારવામાં આવી છે.કોરોના કાળ બાદ અર્થ વ્યવસ્થા ઝડપભેર પાટે ચડવા લાગી હોવાથી વિજ ડીમાંડ વધી છે.વીજ ઉત્પાદન પ્લાંટોમાં ઉત્પાદન પણ વધારાનો દાવો કરવામાં આવ્યો છે, કોલસા મંત્રાલયે એમ કહ્યું કે ચાલૂ વર્ષે 15 ટકા વધુ કોલસાની સપ્લાય થઈ છે.
અમિત શાહ બાદ ખુદ મોદી મેદાને: વિજ સંકટ મામલે વડાપ્રધાન કાર્યાલયે બેઠક
દેશના મોટાભાગના રાજયોમાં વિજકટોકટીના ભણકારા વચ્ચે હવે વડાપ્રધાન મોદી મેદાને આવ્યા છે. વડાપ્રધાન કાર્યાલય ખાતે તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. તેમાં કોલસાની અછત, વિજપ્લાન્ટોના ઉત્પાદન, વિજ ડીમાંડ- વિતરણ સહિતના મુદાઓની સમીક્ષા કરવામાં આવશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Many states of the country are #facing #power crisis