#Gujarat: Will#BJP field new faces in #Assembly elections?
Aastha Magazine
#Gujarat: Will#BJP field new faces in #Assembly elections?
રાજકારણ

ગુજરાત : વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે નવા ચહેરા ?

ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગરના મોતીપુરા ખાતેથી તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ બાઈક રેલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર શક્તિ પ્રદર્શન કર્યું હતું અને રેલીના રૂટ પર આવતી મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા,સરદાર પટેલની પ્રતિમા અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા પરંતુ રેલીનું પ્રસ્થાન જ્યાંથી થયું ત્યાં મહાત્મા ગાંધીની પણ પ્રતિમા હતી. પરંતુ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરવાનું ચુક્યા હતા. ટાઉનહોલ ખાતે પહોંચ્યા બાદ સભા સંબોધી હતી જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા આમ આદમી પાર્ટીને ડ્રાંઉં ડ્રાંઉં પાર્ટી ગણાવી હતી.તો સહકારી ક્ષેત્રે પણ ભાજપનો દબદબો રહ્યો હોવાની વાત પણ કરી હતી અને સહકારી સંસ્થાઓમાં પાર્ટીના કાર્યકર્તાઓને નોકરીમાં પ્રાથમિકતા આપવાની વાત કરી હતી અને ભૂલમાં પણ પાર્ટીનો કોઈ કાર્યકર્તા ભૂલના કરે એવો દાવો કર્યો છે તો મુદ્રા પોર્ટ ટ્રેડ એવાઇસરી દ્વારા ૧૫ નવેમ્બર થી ત્રણ દેશમાં કાર્ગો હેન્ડિંગ નહીં કરવામાં આવે તે નિર્ણય બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું.2022 ની ચૂંટણી પહેલાં સીઆર પાટીલે ટિકિટને લઇને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ આપતાં પહેલાં 5-6 સર્વે થાય છે અને ટિકિટ ઉપરના લેવલે નક્કી થાય છે.

ધારાસભ્યોનું કામ જોવામાં આવશે તેઓએ લોકો સુધી પહોંચીને કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે.આડકતરી રીતે ભાજપના હોદ્દેદારોને ધમકી આપી કે કોઈનું પદ કાયમી નથી એટલે જે કાર્યકર્તાઓ મહેનત કરશે એને લોટરી લાગી શકે છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Gujarat: Will#BJP field new faces in #Assembly elections?

Related posts

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા કલાકારો ભાજપમાં જોડાયાં

aasthamagazine

ગુજરાત : વર્તમાન ધારાસભ્યોની ટિકિટ પણ જોખમમાં ?

aasthamagazine

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તૈયારીઓ પૂર જોશમાં

aasthamagazine

ભાજપ નેતૃત્વે ફરી એક વખત ચૌકાવનારો નિર્ણય લઈ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

યુપીમાં કોંગ્રેસ મુખ્યમંત્રીનો ચહેરો પ્રિયંકા ગાંધી

aasthamagazine

Leave a Comment