



દિલ્હી પોલીસને લક્ષ્મીનગરથી પાકિસ્તાની આતંકીની ધરપકડ કરી છે.
પોલીસે તેની પાસેથી AK-47 હથિયાર, હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. હાલમાં પોલીસે પકડેલા આતંકીની પુછપરછ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કર્યુ હતુ કે આઈએસઆઈ દિલ્હીમાં વિસ્ફોટ કરી શકે છે. તે નકલી ઓળખપત્રના આધારે દિલ્હીમાં અલી અહમદ નૂરીના નામથી રહી રહ્યો હતો. નકલી દસ્તાવેજોના આધાર પર તેણે શાસ્ત્રી પાર્કથી એક એડ્રેસ પર તેણે ભારતીય ઓળખપત્ર બનાવ્યું હતુ. જેમાં તેનું નામ અલી અહમદ નૂરી છે.
આતંકવાદી પાસેથી AK-47 સહિત અનેક વિસ્ફોટકો મળ્યા
તેણે આપેલી માહિતીના આધારે કાલિંદી કુંજના યમુના ઘાટથી એક AK-47, 60 કારતૂસ, એક હેન્ડ ગ્રેનેડ, 2 પિસ્તોલ અને તેના 50 કારતૂસ મળ્યા છે.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ સૂત્રોના જણાવ્યાનુંસાર આતંકી દિલ્હીના 6 કે વિસ્તારમાં પણ રહી ચૂક્યો હતો. સ્પેશિયલ સેલના અધિકારી તેની પાસેથી દિલ્હી-6ના વિસ્તારને સંપૂર્ણ જાણકારી ભેગી કરી રહ્યા છે જેતી આતંકી અશરફ કેટલી વાર દિલ્હી 6 તરફ ગયો, શું હાલમાં તેની મૂવમેન્ટ ત્યાં હતી
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Delhi:#Pakistani #terrorist arrested: #AK-47 weapons, #hand grenades seized