



મા દુર્ગાએ પાંચમાં નોરતે સ્કંદમાતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દિવસે શ્રદ્ધાપૂર્વક સ્કંદમાતાની આરાધના કરવાથી સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત થાય છે.
આ સ્વરૂપે માતાજી સ્કંદના માતા હોવાને કારણે માં દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. માતાજીના ખોળામાં સ્કંદજી બાળસ્વરૂપે બેઠાં હોય છે. તેમની ચાર ભૂજાઓ છે. જેમાં જમણી બાજુની ઉપરની ભૂજાથી ભગવાન સ્કંદને પકડેલાં છે અને ડાબી બાજુની નીચલી ભૂજા જે ઉપરની તરફ ઊઠેલી છે, તેમાં કમળનું પુષ્પ છે. તેમનું વાહન સિંહ છે. તેઓ હંમેશાં કમળ પર બિરાજે છે. આથી તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે સૂર્યમંડળના અધિષ્ઠાત્રી દેવી માતા સ્કંદમાતાની પૂજા અર્ચના કરવાથી સંસારના તમામ દુખોમાંથી પાર થઈ અલૌકિક સુખ શાંતી મેળવે છે. માની કૃપાથી ભવસાગર તરી શકાય છે.
તમામ મુશ્કેલીઓ દૂર કરે છે માં
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે સ્કંદમાતાની આરાધના કરવાથી મનવાંચ્છીત ફળ પ્રાપ્ત થાય છે. તેમની ઉપાસનાથી તમામ આધી-વ્યાધી-ઉપાધી દુર થાય છે. ભક્તને મોક્ષની પ્રાપ્તી થાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમના ઉપાસકને અનેરૂ તેજ મળે છે, કાંતિમય હોય છે. આથી મનને અકાગ્ર કરી પવિત્ર રાખી આરાધના કરવાથી સાધકને ભવસાગર તરવા મળે છે અને ભવોભવના પામર ફેરામાંથી મુક્તી મળે છે.
સ્નેહની દેવી છે સ્કંદમાતા
કાર્તિકેયને દેવતાઓના સેનાપતિ માનવામાં આવે છે, માતાને પોતાના પુત્ર સ્કંદ પ્રત્યે વિશેષ વહાલ છે. માતા તેમના પુત્રને અત્યાધિક પ્રેમ કરે છે. જ્યારે ધરતી પર રાક્ષસોનો ત્રાસ વધી ગયો હતો માતાએ પોતાના ભક્તોની રક્ષા માટે સિંહ પર સવારી કરી હતી. દુષ્ટોનો નાશ કર્યા હતો.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Fifth Nortu of #Navratri: #Skandamatani: #Durga took the form of #Skanda Mata