#The third and fourth day of #Navratri together
Aastha Magazine
#The third and fourth day of #Navratri together
ધાર્મિક-ધર્મયાત્રા

નવરાત્રિનો ત્રીજો અને ચોથો દિવસ એક સાથે

નવરાત્રિનો ત્રીજો દિવસઃ ચંદ્રઘંટા

રૂપઃ સુંદર, મોહક અને અલૌકિક

ભુજાઓઃ દસ

વાહનઃ સિંહ

પૂજા કરવાથી દરેક સમસ્યાનો અંત આવે છે.

નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કરવાામાં આવે છે પરંતુ હિંદુ પંચાંગ અનુસાર આ વખતે ત્રીજ અને ચોથ એક જ દિવસે આવે છે જેના કારણે મા ચંદ્રઘંટા અને મા કૂષ્માંડાની પૂજાનો શુભ સંયોગ એક જ દિવસે બની રહ્યો છે. આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે માટે મા ચંદ્રઘંટાની સાથે કૂષ્માંડા માતાનુ પૂજન પણ આજે જ કરવામાં આવશે. ત્રીજ અને ચોથ એક જ દિવસે હોવાના કારણે આ વખતે નવરાત્રિનુ સમાપન પણ આઠ દિવસમાં થઈ જશે. 7 ઓક્ટોબરથી શરૂ થયેલી નવરાત્રિનુ સમાપન 14 ઓક્ટોબરના દિવસે ગુરુવારે થશે.

પૂજા વિધિ

સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરીને પૂજા સ્થળ પર ગંગાજળનો છંટકાવ કરવો.

મા ચંદ્રઘંટા અને કૂષ્માંડા માતાનુ ધ્યાન કરવુ અને તેમની સામે દીવો પ્રગટાવવો.

માતાજીને ચોખા, સિંદૂર, પુષ્પ વગેરે ચડાવવુ.

ત્યારબાદ પ્રસાદ તરીકે ફળ અને મિઠાઈ અર્પણ કરવા.

મા ચંદ્રઘંટા અને મા કૂષ્માંડાની આરતી કરવી.

મા ચંદ્રઘંટાનો દૂધ અથવા દૂધમાંથી બનેલી મિઠાઈનો પ્રસાદ ધરાવવો જોઈએ.

ત્રીજા દિવસની માતા ચંદ્રઘંટા દેવી છે. તેમણે રાક્ષસોના સંહાર માટે અવતાર લીધો હતો. આમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણ દેવોની શક્તિઓ શામેલ છે. તેઓ પોતાના હાથમાં તલવાર, ત્રિશૂલ, ધનુષ અને ગદા ધારણ કરે છે. તેમના માથા પર ઘંટાના આકારમાં અર્ધચંદ્ર વિરાજમાન છે માટે તે ચંદ્રઘંટા કહેવાય છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#The third and fourth day of #Navratri together

Related posts

અંબાજી મંદિર 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરાયુ

aasthamagazine

રાજકોટ : પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ના દિવ્ય અસ્થિ કુંભ દર્શન

aasthamagazine

ભગવતી કામાખ્યાનું સિદ્ધ શક્તિપીઠ સતીના એક્કાવન શક્તિપીઠોમાં સર્વોચ્ય સ્થાન ધરાવે છે

aasthamagazine

બદ્રીનાથ ધામના દરવાજા 20 નવેમ્બરે બંધ થશે

aasthamagazine

શ્રાદ્ધમાં શું કરવુ અને શું ન કરવુ જોઈએ?

aasthamagazine

શ્રદ્ધાળુઓ માટે શિરડી મંદિરના કપાટ ખૂલી જશે

aasthamagazine

Leave a Comment