



પેટ્રોલના ઊંચા ભાવથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં ત્યારે હવે મુંબઈમાં ડીઝલના ભાવ ~100ના આંકને પાર કરી ગયા છે. મુંબઈ શનિવારે દેશનું એવું પ્રથમ મેટ્રો સિટી બન્યું હતું કે જ્યાં ડીઝલના ભાવ ~100ને પાર કરી ગયા હતા. દેશમાં છેલ્લાં પાંચ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં શનિવારે પેટ્રોલનો ભાવ લિટર દીઠ ~ 100. 29 તથા ડીઝલનો ભાવ ~ 99.24 નોંધાયો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવ અંગેના નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે પેટ્રોલના ભાવમાં લિટરદીઠ 30 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સતત પાંચમાં દિવસે ઇંધણના ભાવમાં વધારાથી ભાવ નવા રેકોર્ડ પહોંચ્યા છે.મુંબઈમાં ડીઝલનો ભાવ હવે પ્રતિલીટર ~100.29 થયો છે. દિલ્હીમાં તેનો ભાવ ~92.47 છે.
દિલ્હીમાં પેટ્રોલના ભાવ લિટર દીઠ વધીને ~103.84ના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ રુ.109.84 થયા છે.સ્થાનિક ટેક્સમાં ફેરફારને કારણે ભાવ અલગ-અલગ રાજ્યોમાં જુદા હોય છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અગાઉ ભાવમાં નજીવો ફેરફાર કરતી હતી, પરંતુ બુધવારથી મોટાભાગનો બોજ ગ્રાહકો પર નાંખી રહી છે. સતત ચોથા દિવસે પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતા. આ વધારો અત્યાર સુધીનો સૌથી મોટો છે.
ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં સતત વધારો થયો છે. ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ 82 ડોલરને વટાવી ગયા છે. ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતાં દેશોના કાર્ટેલ ઓપેક અને સાથી દેશોએ ઉત્પાદનમાં વધારો ન કરવાનો નિર્ણય કર્યા બાદ વૈશ્વિક બજારમાં ભાવ સતત વધી રહ્યા છે. એક મહિના પહેલા બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ 72 ડોલર હતા. ભારત ક્રૂડ ઓઇલની તેની કુલ માગમાંથી મોટા ભાગના ક્રૂડની આયાત કરે છે. તેથી ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
ભારતમાં 24 સપ્ટેમ્બર પછીથી ડીઝલના ભાવમાં લીટરદીઠ ~3.85નો વધારો ઝીંકાયો છે. 28 સપ્ટેમ્બરથી પેટોલના ભાવમાં લીટરદીઠ ~2.65નો વધારો થયો છે. 4મેથી 7 જુલાઈ વચ્ચે પેટ્રોલના ભાવમાં ~11.44નો વધારો થયો છે, જ્યારે આ સમયગાળામાં ડીઝલના ભાવમાં ~9.14નો વધારો થયો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#With petrol prices soaring, people are shouting ‘Trahimam’, now # diesel prices in #Mumbai have crossed the 100 mark.