



કોરોનાકાળ વખતે લાગુ કરાયેલા પ્રતિબંધો હટ્યા પછી આ વર્ષે નવરાત્રિમાં વૈષ્ણૌદેવી આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધવા લાગી છે. શ્રદ્ધાળુઓની ભીડનું સંચાલન તેમજ મંદિર અને સમગ્ર યાત્રા માર્ગની સજાવટ માટે વૈષ્ણૌદેવી શ્રાઈન બોર્ડે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
રાજ્ય સરકારે પણ શ્રદ્ધાળુઓની સુવિધા માટે બસ, ટ્રેન જેવી પરિવહન સેવામાં મહત્ત્વના ફેરફારો કર્યા છે. આ વર્ષે અત્યાર સુધી 36 લાખથી વધુ શ્રદ્ધાળુ અહીં દર્શનાર્થે આવી ચૂક્યા છે. સપ્ટેમ્બરમાં જ 6.4 લાખથી વધુ લોકોએ વૈષ્ણૌદેવીના દર્શન કર્યા છે.
હાલ અહીં રોજ સરેરાશ 25 હજાર શ્રદ્ધાળુ આવી રહ્યા છે. ગયા વર્ષે લૉકડાઉનના કારણે નવરાત્રિમાં મંદિરની સજાવટ સિવાય ખાસ વિશેષ આયોજન કરાયું ન હતું. આ વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી કટરામાં રાજ્યના પ્રવાસન વિભાગ અને માતા વૈષ્ણૌદેવી શ્રાઈન બોર્ડ તરફથી વિશેષ પર્વનું આયોજન કરાઈ રહ્યું છે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Navratri: A special festival is being organized by #Vaishnaudevi Shrine Board