#Gandhinagar: Minister of State for Home Harsh Sandhvi played with a child
Aastha Magazine
#Gandhinagar: Minister of State for Home Harsh Sandhvi played with a child
ગાંધીનગર સમાચાર

ગાંધીનગર : ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ બાળકને તેડીને રમાડયું

ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ગામની ગૌ શાળાની બહારથી ગઇકાલે રાત્રિના સુમારે
એક ધ્યાનકર્ષિત માસૂમ બાળક મળી આવ્યું હતું.
ગાંધીનગર સહિત રાજયભરમાં લોકમુખે બાળકની ચર્ચા ગઇકાલ રાતથી જ થઇ રહી છે. શનિવારે ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ ગાંધીનગર સીવિલમાં બાળકની મુલાકાત લીધી હતી. બાળકને વાહલ કરી મનભરી રમાડયું હતું.
ગાંધીનગર સીવીલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રિના ૯.૧૦ થી ૯.૨૦ના સુમારે આ સ્વીટહાર્ટ સમા બાળકને કોઇ વ્યક્તિ પેથાપુર ગામની ગૌશાળાની બહાર મૂકી ચાલી નીકળ્યો હતો. આ બાળકને મચ્છર કરડતા તેનો રૂદનનો અવાજ આવતાં આસપાસના નાગરિકો અને ગૌ શાળામાં રહેતા વ્યક્તિઓ બહાર આવી ગયા હતા. આ બાળક અંગેની જાણ ગાંધીનગર જિલ્લા પોલીસને કરી હતી. આ જાણ થતાં જ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા સહિત પોલીસ કર્મીઓ ગૌ શાળા ખાતે પહોંચી ગયા હતા.

વધુમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ ઉમેર્યું હતું કે, બાળકના માતા- પિતાને શોધવા અને કોણ તેને અહીં મૂકી ગયું છે, તેની તપાસ માટે કુલ- સાત પોલીસ ટીમ બનાવવામાં આવી છે. તેમજ ગઇકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ આ અંગેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. સમગ્ર હોસ્પિટલમાં વાલ સોયા બાળકનું સ્મિત જોઇને માતા જશોદાની ભૂમિકા અદા કરતા ગાંધીનગર કોર્પોરેટર દિપ્તીબેન અને સહિત સિવીલ હોસ્પિટલના સ્ટાફે તેનું નામ ‘ સ્મિત ‘ રાખ્યું છે.

ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ નવયુવાન અને સર્વે ગુજરાતીઓને સોશ્યિલ મીડિયાના માધ્યમ થકી વધુ વધુ આ સમાચાર શેર કરવાની અપીલ કરી હતી. તેમજ આ બાળક અંગેની કોઇ માહિતી મળે તો ગાંધીનગર પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે.

ગૃહ રાજય મંત્રીએ માસૂમ બાળકને તેડીને રમાડયું હતું.તેમજ તેની સારવારમાં શું શું કરવામાં આવ્યું છે. બાળકની તંદુરસ્તી અને તેના રિપોર્ટ અંગેની માહિતી પણ ર્ડાકટર સાથે વાતચીત કરી મેળવી હતી.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ જણાવ્યું છે કે, આ બાળકને મૂકી જનાર અને તેના માતા- પિતાને શોધવા માટે સાત ટીમો બનાવવામાં આવી છે. તે ઉપરાંત સમગ્ર દેશમાં તમામ રાજયની પોલીસને બાળક મળ્યું હોવાની માહિતી ગઇકાલે રાતના જ ઇમેલના માધ્યમથી આપવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા આ અંગે દેશના વિવિધ પોલીસ મથકોનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે. તમામ સીસી ટીવી ફૂટેજ પણ જોવામાં આવી રહ્યા છે. તેમજ મહિલા પોલીસ આ દિશામાં સક્રિય રીતે કામ કરી રહી છે. ગાંધીનગર સીવિલ હોસ્પિટલના બાળ વિભાગના ર્ડા. એકતા દલાલે જણાવ્યું છે કે, આ બાળકની લોહી, દાંત અને અન્ય શારીરિક તપાસ કરવામાં આવી છે. જેમાં બાળક તંદુરસ્ત હોવાનું માલૂમ પડયું છે. તેની ઉંમર આશરે સાત થી નવ મહિના હોઇ શકે છે. તેના ડી.એન.એ. ટેસ્ટ અમદાવાદ મોકલવામાં આવ્યો છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Gandhinagar: Minister of State for Home Harsh Sandhvi played with a child

Related posts

કેબિનેટ બેઠક : પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

ગાંધીનગર : રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે પીએમ મોદી

aasthamagazine

ગાંધીનગરના નવા મેયર હિતેશ મકવાણા

aasthamagazine

ગાંધીનગર : આધુનિક રેલવે સ્ટેશન બન્યું છે એવું હજુ સુધી દેશમાં ક્યાં બન્યું નથી

aasthamagazine

ગાંધીનગર : વરસાદી પાણી ફરી વળતા તંત્રની પોલ ખુલી જવા પામી

aasthamagazine

Leave a Comment