#Rajkot: A man was caught driving in Jungleshwar without a touch laboratory degree
Aastha Magazine
#Rajkot: A man was caught driving in Jungleshwar without a touch laboratory degree
રાજકોટ

રાજકોટ : જંગલેશ્વરમાં સ્પર્શ લેબોરેટરી ડિગ્રી વગર ચલાવતો શખ્સ ઝડપાયો

જંગલેશ્વરમાં ખ્વાઝા ચોક પાસે આવેલી સ્પર્શ લેબોરેટરીમાં લેબોરેટરી સંચાલક ઇર્શાદ ફિરોઝ નકાણી બી.એસ.સી (માઇક્રો) કે ડીએમએલટીની ડિગ્રી વગર લેબોરેટરી ચલાવતો હોવાની માહિતી મળતાં પીએસઆઇ અંસારી, હેડ કોન્સ્ટેબલ ઝહીરભાઇ તથા કોન્સ્ટેબલ શાંતુબેન અને સોનાબેન મુળિયા સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. પોલીસે નકલી દર્દીને એ લેબોરેટરીમાં મોકલ્યો હતો અને તે દર્દીએ સીબીસી-સીઆરપી રિપોર્ટ કરાવ્યો હતો, ઇર્શાદ નકાણીએ એ દર્દીના લોહીનું સેમ્પલ લઇને રૂ.400 વસૂલ્યા હતા અને થોડીવાર બાદ રિપોર્ટ તૈયાર કરી પોતાની સહી કરી તે રિપોર્ટ દર્દીને આપ્યો હતો, તે સાથે જ પીએસઆઇ અંસારી સહિતની ટીમ લેબોરેટરીમાં પહોંચી ગઇ હતી અને ઇર્શાદ પાસે જરૂરી ડિગ્રી માગતાં જ તે ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇર્શાદ નકાણીએ બીસીએનો અભ્યાસ કર્યો હતો અને અગાઉ એક લેબોરેટરીમાં નોકરી કરતો હતો, અને છ મહિનાથી જંગલેશ્વરમાં પોતાની જ લેબોરેટરી ચાલુ કરી દીધી હતી અને દરેક પ્રકારના ટેસ્ટ કરી રિપોર્ટ તૈયાર કરી દર્દીને આપતો હતો. પોલીસે લેબોરેટરીમાંથી બ્લડ ટેસ્ટ કરવાના મશીન, સ્પિરિટની બોડેલ, બ્લડ કલેક્શનની સીરિંજનો જથ્થો સહિત કુલ રૂ.90380નો મુદ્દામાલ કબજે કર્યો હતો

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Rajkot: A man was caught driving in Jungleshwar without a touch laboratory degree

Related posts

રાજકોટ : ધાબડીયું વાતાવરણ : ઠંડો પવન ફુંકાયો

aasthamagazine

રાજકોટ : ડેન્ગ્યુના, મેલેરિયાના 24 વધુ કેસ નોંધાયા

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/02/2022

aasthamagazine

રાજકોટ : કલેકટરે નિર્માણાધીન એઇમ્સની મુલાકાત : કામગીરીમાં સ્થાનિક લોકોને રોજગારી આપવા સૂચન

aasthamagazine

રાજકોટના ખંઢેરી ખાતે રાજ્યની પ્રથમ એઇમ્સ ઓપીડી શરૂ

aasthamagazine

રાજકોટ : આજી-3 માં પાણીની વિપુલ આવક થતા નિચાણવાળા ગામો એલર્ટ કરાયા

aasthamagazine

Leave a Comment