



નોરતાનું બીજું નોરતું છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે શેરી ગરબાને છૂટ આપવામાં આવી છે. ત્યારે રાજકોટમાં આજે બીજા નોરતે બપોરે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયુ હતું અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સતત 20 મિનીટ સુધી ધોધમાર વરસાદ પડતા રસ્તા પાણી પાણી થઇ ગયા છે. આથી મેઘરાજાએ ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે.
શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ
અસહ્ય બફારા વચ્ચે શહેરમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના રેસકોર્સ રિંગ રોડ, જામનગર રોડ, એરપોર્ટ રોડ, ગાંધીગ્રામ, શીતલ પાર્ક, નાણાવટી ચોક, કાલાવડ રોડ, સોરઠિયાવાડી સર્કલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા પ્રાચીન ગરબીના મંડપો પલળી ગયા છે. તેમજ ગરબાના સ્ટેજ પર પણ પાણી ભરાયું છે. આથી આયોજકોમાં ચિંતા વધી છે.
ગઇકાલે ગોંડલ અને ધોરાજીમાં વરસાદ વરસ્યો હતો
ગઇકાલે પહેલા નોરતે ગોંડલ અને ધોરાજીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Heavy rains with thunderstorms