



કચ્છમાં ભૂકંપના આંચકાઓનો વણથંભ્યો દોર યથાવત્ રહ્યો છે ત્યારે માત્ર ૧ર કલાકના સમયગાળામાં ભૂકંપનાં નાનાં-મોટાં ૬ કંપનો અનુભવાયાં હોવાનું ગાંધીનગર સિસ્મોલૉજી કચેરીમાંથી જાણવા મળ્યું છે.
સોમવારે રાતે ૮.૩૦ વાગ્યે રિક્ટર સ્કેલ પર ર.૯ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ દુધઈથી ર૧ કિલોમીટર દૂર નોંધાયું હતું. ત્યાર બાદ રાતે ૧૧.૦૭ વાગ્યે દુધઈથી ર૩ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો અને ડરામણા અવાજ સાથે આવેલો ૩.પની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયા બાદ રાતે ૧.૪૧ વાગ્યે દુધઈથી ર૩ કિલોમીટર દૂર જમીનમાં ૧ર.૦૮ની ઊંડાઈએ ર.૪નો, ભચાઉથી ૧ર કિલોમીટર દૂર રાતે ૧.પ૭ વાગ્યે ર.૪ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ત્યાર બાદ પરોઢિયે ૭.૦૪ વાગ્યે દુધઈથી ર૩ કિલોમીટર દૂર જમીનમાં ૬ કિલોમીટરની ઊંડાઈએ ર.૧નો જ્યારે કંડલાથી બે કિલોમીટર દૂર જમીનમાં રર.૬ કિલોમીટરની ઊંડાઈએ ર.૪ મૅગ્નિટ્યુડનો આંચકો નોંધાયો હતો. અચાનક હાઇપર ઍક્ટિવ બનેલી કચ્છની વાગડ ફૉલ્ટલાઇનમાં ભૂકંપના આંચકાનો દોર ચિંતાજનક રીતે વધી ગયો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#earthquakes in 12 hours in Kutch