#Aryan Khan Drugs case: Gandhinagar Forensic Science Lab to test mobile phones
Aastha Magazine
#Aryan Khan Drugs case: Gandhinagar Forensic Science Lab to test mobile phones
કાયદો-કાનૂન

આર્યન ખાન ડ્રગ્સ મામલો : મોબાઇલ ફોનની ચકાસણી ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબ કરશે

શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન મુંબઈના ક્રૂઝમાં ડ્રગ્સ સાથે પાર્ટી કરતાં પકડાયા બાદ એનસીબીએ આર્યન ખાન સામે ગુનો નોંધી તેની પૂછપરછ હાથ ધરી છે. તે રેડ દરમ્યાન આર્યનનો મોબાઇલ ફોન પણ પોલીસે કબજે કર્યો હતો.

તેમાંથી પોલીસને પાર્ટીની વિડિયો કલીપ અને પાર્ટી પહેલાં થયેલી વૉટ્સઅૅપ ચેટ મળી આવી હતી, જે મામલે એનસીબીએ ઊંડાણમાં તપાસ માટે આર્યન ખાનનો મોબાઇલ ફોન ગાંધીનગર ખાતે આવેલી લેબમાં મોકલવાની તૈયારી કરી છે અને એનસીબીની એક ટીમ આ મોબાઇલ લઈને મુંબઈથી ગાંધીનગર રવાના થઈ છે.

પોલીસને શંકા છે કે આર્યનના મોબાઇલ ફોનમાં અન્ય વિડિયો પણ છે, જેની તપાસ ફોરેન્સિક સાયન્સ લેબમાં કરવામાં આવશે. આ સિવાય આર્યનના ફોનમાં પાર્ટી શરૂ થતાં પહેલાં તેણે કોની-કોની સાથે વાતચીત કરી હતી તે અંગે ફોનના સીડીઆર તપાસવામાં આવશે અને પાર્ટી પહેલાં અને પાર્ટી દરમ્યાન ચેટિંગ અને મેસેજ પણ કરવામાં આવ્યા હતા તેનું પણ એનાલિસિસ કરવામાં આવશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Aryan Khan Drugs case: Gandhinagar Forensic Science Lab to test mobile phones

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 25/02/2022

aasthamagazine

મુંબઈ : એરપોર્ટ પર લાગેલા અદાણી ગ્રુપના બોર્ડને શિવસેના કાર્યકર્તાઓએ બોર્ડને તોડી દીધુ

aasthamagazine

બળાત્કાર કેસમાં આરોપી આસારામને જામીન માટે કરેલ અરજીને કોર્ટે ફગાવી

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/03/2022

aasthamagazine

બિલ્ડરો પૈસાનો રંગ અને જેલની સજાને જ સમજે છે: સુપ્રીમ કોર્ટ

aasthamagazine

ગુજરાત બજેટ 2022-23 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment