#Rajkot: "Amba" daughter known as police daughter was worshiped
Aastha Magazine
#Rajkot: "Amba" daughter known as police daughter was worshiped
રાજકોટ

રાજકોટ : પોલીસ પુત્રી તરીકે ઓળખાતી “અંબા”દિકરીનું પૂજન કરવામાં આવ્યું

રાજકોટ પોલીસ દ્વારા નવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા અંબા માતાજીના મંદિર ખાતે પોલીસ પુત્રી તરીકે ઓળખાતી “અંબા”દિકરીનું પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
કોણ છે ‘પોલીસ પુત્રી’ અંબા ?
રાજકોટ શહેરમાંથી થોડા દિવસો પહેલા એક બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી.શ્વાને બાળકીને એટલા બચકાં ભર્યા હતા કે તે જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી હતી.આ સમયે જ પોલીસ હેડક્વાર્ટર ખાતે માં અંબાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી હતી.જેથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ બાળકીને દત્તક લીધી હતી અને આ બાળકીનું નામ ‘અંબા’ પાડ્યું હતુ. રાજકોટ પોલીસે અંબાની વિશેષ સારવાર કરાવી હતી અને આ બાળકી આજે કાઠિયાવાડ બાલાશ્રમમાં છે અને તેને ઇટલીના પરિવાર દ્વારા કાયમી દત્તક લેવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે, જે 2 મહિના બાદ પૂર્ણ થશે અને તે ઇટાલીની નાગરિક બનશે.

શહેરમાં શાંતિ અને સમૃદ્ધિની કરી પ્રાર્થના
નવરાત્રી પર્વ પર માતાજીની આરાધના કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. મનોજ અગ્રવાલે કોરોના મહામારીમાં પોલીસને લોકોએ આપેલા સાથ સહકારનો આભાર માન્યો હતો

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Rajkot: “Amba” daughter known as police daughter was worshiped

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 11/02/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

રાજકોટ: ડેન્ગ્યુ-મેલેરીયાએ માથુ ઉંચક્યું

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/01/2022

aasthamagazine

રાજકોટ : મહાત્મા ગાંધી સ્કુલના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો

aasthamagazine

Speed News – 14/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment