#Rajkot: Former Chief Minister Vijay Rupani organized a Bal Sangam program on the birthday of his late son Pujit Rupani.
Aastha Magazine
#Rajkot: Former Chief Minister Vijay Rupani organized a Bal Sangam program on the birthday of his late son Pujit Rupani.
રાજકોટ

રાજકોટ : દિવંગત પૂત્ર પૂજિત રૂપાણીના જન્મદિવસે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બાલ સંગમ કાર્યક્રમનું આયોજન

પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ પોતાના દિવંગત પુત્ર પૂજિત રૂપાણીના જન્મદિવસની ઉજવણી બાલ સંગમ કાર્યક્રમનું આયોજન કરીને કરી હતી. જેમાં તેમણે ઝુંપડપટ્ટી,આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા બાળકોને ફનવર્લ્ડ ખાતે એકઠા કરીને બાળકોને આનંદ કરાવીને પૂજિત રૂપાણીના જન્મદિવસની ઉજવણી કરી હતી.વિજય રૂપાણી અને તેમના પત્નિ અંજલિબેન રૂપાણીએ આ બાળકોને ફનવર્લ્ડ ખાતે લઇ આવીને અલગ અલગ રાઇડ્સમાં આનંદ કરાવ્યો હતો અને ત્યારબાદ તેઓની સાથે જ ભોજન લીધું હતુ અને અલગ અલગ ગિફ્ટ આપીને બાળકોને ખુશ કરી દીધા હતા..આ કાર્યક્રમમાં બાળકોનું મનોરંજન પુરૂ પાડવા માટે તારક મહેતા ઉલટા ચશ્માના અંજલિભાભી ફેઇમ નેહા મહેતા અને જાણીતા લેખક આશુ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
દરેક બાળકમાં પૂજિતના દર્શન કરીએ છીએ : વિજય રૂપાણી
પોતાના દિવંગત પૂત્ર પૂજિત રૂપાણીના જન્મદિવસે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતુ કે છેલ્લા 25 વર્ષોથી આ કાર્યક્રમ કરીએ છીએ. ટ્રસ્ટ દ્વારા આ દિવસે ઝુંપડપટ્ટીના કચરો વિણતા હોય તેવા બાળકોને આનંદ પ્રમોદ કરાવીએ છીએ. અમે દરેક બાળકમાં પૂજિતના દર્શન કરીએ છીએ.આજના દિવસે બાળકોને ખુશ કરીને આ જ બાળકો સાથે ભોજન પણ લઇએ છીએ. આ બાળકોને ખુશ જોઇને અમને પણ ખુશી થાય છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત તારક મહેતા કા ઉલટા ચશ્માના અંજલિ ભાભી ફેઇમ નેહા મહેતાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને બાળકોને મનોરંજન પુરૂ પાડ્યું હતુ .

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Former Chief Minister Vijay Rupani organized a Bal Sangam program on the birthday of his late son Pujit Rupani.

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 11/01/2022

aasthamagazine

રાજકોટ : પુલ પર બાઇકસવાર યુવક તણાયો

aasthamagazine

Speed News – 18/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 07/02/2022

aasthamagazine

હિરેનભાઈ જોશી સાથે મુલાકાત – 08/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

Leave a Comment