



રાજ્યાના હવામાનમાં પણ પલટો આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં રાજ્યના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના સુરત, ભરુચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દીવમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના ઉત્તર તથા મધ્ય ભાગમાં વાતાવરણમાં કોઈ પલ્ટાની આગાહી નથી. એટલે કે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી નથી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના દક્ષિણભાગમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની વકી છે. હળવા વરસાદની આગાહી છે પરંતુ જો વરસાદ રાતના સમયે આવ્યો તો ખૈલાયાઓના રંગમાં ભંગ પડી શકે છે.
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, પાટણ સહિતના મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હવામાન સાફ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી પ્રમાણે આજે તથા આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહેશે. રવિવાર સુધી વરસાદ રહેવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Climate change may occur: Meteorological Department