



હિન્દુ પંચાગ મુજબ અષાઢ અને માહ મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. માહ મહિનામાં આ વર્ષે ગુપ્ત નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે, આ માટે જ તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ વિશેષ રૂતે ગુપ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો સમય છે. સાધક આ દિવસોમાં વિશેષ સાધના કરે છે તથા ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત કરે છે.
આ ગુપ્ત નવરાત્રિમાં વામાચાર પદ્ધતિથી ઉપાસના કરવામાં આવે છે.આ સમય શાક્ય અને શૈવ ધર્માવલંબિઓ માટે પૈશાચિક, વામાચારી ક્રિયાઓ માટે વધુ શુભ અને ફળદાયી હોય છે. જેમાં પ્રલય અને સંહારના દેવતા મહાકાળ અને મહાકાળીની પૂજા કરવામાં આવે છે.
આ ગુપ્ત નવરાત્રિમાં સંહારકર્તા દેવી-દેવતાઓના ગુણો અને ગણિકાઓ અર્થાત્ ભૂત-પ્રેત, પિશાચ, વૈતાલ, ડાકણ, શાકિની, ખંડગી, શૂલની, શવવાહની, શવરૂઢા વગેરેની સાધના કરવામાં આવે છે. આવી સાધનાઓ શાક્ત મુજબ ઝડપથી સફળ થાય છે.
આ સાધનાઓ ખૂબ જ ગુપ્ત સ્થાન પર અથવા કોઇ સિદ્ધ સ્મશાનમાં કરવામાં આવે છે. દુનિયામાં માત્ર ચાર જ સ્મશાન ઘાટ એવા છે જ્યાં તંત્ર ક્રિયાઓનું પરિણામ ખૂબ જ જલ્દી મળે છે. તે સ્થાન છે તારાપીઠનું સ્મશાન(પશ્ચિમ બંગાળ), કામાખ્યા પીઠ(અસમ)નું સ્મશાન, ત્ર્યંબકેશ્વર(નાસિક) અને ઉજ્જૈન સ્થિત ચક્રતીર્થ સ્મશાન. ગુપ્ત નવરાત્રિમાં અહીં દૂર-દૂરથી સાધક ગુપ્ત સાધનાઓ કરવા આવે છે.
તારાપીઠ મંદિર-
આ મંદિર પશ્ચિમ બંગાળના વીર ભૂમિ જિલ્લામાં એક નાનકડા શહેરમાં આવેલું છે. અહીં તારા દેવીનું મંદિર છે. આ મંદિરમાં મા કાળીનું એક રૂપ તારા માની પ્રતિમા સ્થાપિત છે. રામપુર હાટથી તારાપીઠ 6 કિમી. દૂર સ્થિત છે. પૌરાણિક માન્યતાઓ મુજબ અહીં દેવી સતીના નેત્ર પડ્યા હતા. જેથી આ ક્ષેત્રને નયન તારા પણ કહેવાય છે.
તારાપીઠ મંદિરનું પ્રાગંણ સ્મશાન ઘાટની નજીક સ્થિત છે, આને મહાસ્મશાન ઘાટને નામે ઓળખવામાં આવે છે. આ મહાસ્મશાન ઘાટમાં બળનારી ચિતાની અગ્નિ ક્યારેય ઓલવાતી નથી. અહીં લોકોને કોઈપણ પ્રકારનો ભય લાગતો નથી. મંદિરના ચારેય તરફ દ્વારકા નદી વહે છે. આ સ્મશાનમાં દૂર-દૂરથી સાધક સાધનાઓ કરવા આવે છે.
કામાખ્યા પીઠઃ-
અસમની રાજધાની દિસપુરની પાસે ગુવહાટીથી 8 કિમી દૂર કામાખ્યાનું મંદિર છે. આ મંદિર એક પર્વત પર બનેલું છે અને તેનું તાંત્રિક મહત્વ છે. પ્રાચીનકાળથી સતયુગીન તીર્થ કામાખ્યા વર્તમાનમાં તંત્ર સિદ્ધિ માટે સર્વોચ્ય સ્થળ છે.
પૂર્વોત્તરના મુખ્ય દ્વાર કહેવાતા અસમ રાજ્યની રાજધાની દિસપુરથી 6 કિમીની દૂરી પર સ્થિત નીલાંચલ અથવા નીલશૈલ પર્વતમાળાઓ પર સ્થિત મા ભગવતી કામાખ્યાનું સિદ્ધ શક્તિપીઠ સતીના એક્કાવન શક્તિપીઠોમાં સર્વોચ્ય સ્થાન ધરાવે છે. અહીં ભગવતીની મહામુદ્રા (યોનિ-કુંડ) સ્થિત છે. આ સ્થાન તાંત્રિકો માટે સ્વર્ગ સમાન છે. અહીં સ્થિત સ્મશાનમાં ભારતના અનેક સ્થાનથી તાંત્રિક તંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આવે છે.
નાસિકઃ-
ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્થિત છે. અહીંના બ્રહ્મ ગિરિ પર્વતથી ગોદાવરી નદી ઊગમ છે. મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના-નાના લિંગ છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેય દેવોના પ્રતીક માનવામાં આવે છે. બ્રહ્મગિરિ પર્વતની ઉપર જવા માટે સાત સૌ સીડીઓ બનેલી છે.
આ સીડીઓ પર ચઢ્યા બાદ રામકુંડ અને લક્ષ્મણ કુંડ મળે છે અને શિખરની ઉપર પહોંચવા પર ગોમુખથી નિકળતી ભગવતી ગોદાવરીના દર્શન થાય છે. ભગવાન શિવજીને તંત્રશાસ્ત્રના દેવતા માનવામાં આવે છે. તંત્ર અને અઘોરવાદના જન્મદાતા ભગવાન શિવ જ છે. અહીં આવેલું સ્મશાન પણ તંત્ર ક્રિયાઓ માટે પ્રસિદ્ધ છે.
ઉજ્જૈનઃ-
મહાકાલેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં સ્થિત છે. સ્વયંભૂ, ભવ્ય અને દક્ષિણમુખી હોવાને કારણે મહાકાલેશ્વર મહાદેવને અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. આ જ કારણે તંત્રશાસ્ત્રમાં પણ શિવના આ શહેરને બહુ જલ્દી ફળ આપનારું માનવામાં આવે છે. અહીંના સ્મશાનમાં દૂર-દૂરથી સાધક તંત્ર ક્રિયા કરવામાં આવે છે. ઉજ્જૈન સ્થિત સ્મશાનને ચક્રતીર્થ કહેવાય છે.
#Bhagwati Kamakhya’s Siddha Shakti Peeth holds the highest position among Sati’s fifty-one Shakti Peeths.