#BJP: National Executive announced: Vijay Rupani-Nitin Patel included
Aastha Magazine
#BJP: National Executive announced: Vijay Rupani-Nitin Patel included
રાજકારણ

ભાજપ : રાષ્ટ્રીય કારોબારી જાહેર : વિજય રૂપાણી-નીતિન પટેલનો સમાવેશ

ભાજપે રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ રાષ્ટ્રીય પદાધિકારીઓની નવી ટીમની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય કાર્ય સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ડૉ. મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ સામેલ છે.

આ નવી રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભારતીબેન શિયાળ, મનસુખ માંડવિયાનો પણ સમાવેશ કરાયો છે. જોકે, ભાજપના દિગ્ગજ નેતા વરુણ ગાંધી અને મેનકા ગાંધીને બાકાત રાખવામાં આવ્યા હતા. તો આ નવી કારોબારીમાં મિથુન ચક્રવર્તી અને હેમા માલિનીને પણ સ્થાન આપવામાં આવ્યું છે

મેનકા ગાંધી અને વરુણ ગાંધીને રાષ્ટ્રીય કારોબારીમાં શામેલ ન કરવાને લઇને કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યું કે, ભાજપના આ પગલાથી જાણવા મળે છે કે ભાજપમાં કેટલી લોકશાહી છે. વરુણ ગાંધીમાં જો થોડું પણ સમ્માન બચ્યું છે, તો તેમણે ભાજપને છોડી દેવી જોઈએ. તેઓ આ લાલચમાં ન રહે કે તેમને આગામી સમયમાં તેમને મંત્રી બનાવવામાં આવશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#BJP: National Executive announced: Vijay Rupani-Nitin Patel included

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

ગુજરાત : ભાજપના સિનિયર મનાતા નીતિન પટેલ સરકારમાં કોઈ હોદ્દો ન મળે તો શું સ્થિતી થાય ?

aasthamagazine

દિલ્હીના માર્ગ પર ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા રાહુલ ગાંધી

aasthamagazine

ભાજપ : સી.આર. પાટીલ આગામી તારીખ 20ના રોજ રાજકોટની મુલાકાતે

aasthamagazine

Speed News – 19/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાત : પોલિટિકલ નાટક રાજ્ય માટે બહુ જ નુકસાન કરશે. : ઇસુદાન ગઢવી

aasthamagazine

Leave a Comment