



શકિતપીઠ અંબાજીમાં નવરાત્રીની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીની ઘટ સ્થાપના કરવામાં આવી હતી.
ત્યારબાદ હવે અહીં નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવશે. અંબાજી માતાના મંદિરે ભકતો ભારે સંખ્યામાં દર્શને આવી રહ્યાં છે. જોકે આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની આશંકાના પગલે ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે અંબાજીનું મંદિર માત્ર દર્શન માટે જ ખુલ્લુ રહેશે.અંબાજીમાં માતાજીના દર્શનના સમયમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જેમાં સવારના આઠ વાગેથી રાતના નવ વાગે સુધી ત્રણ વાર દર્શન માટે મંદિર ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દુર્ગાષ્ટમીના રોજ સવારની આરતી 6.00 કલાકે અને જવારા ઉત્થાપન 11.10 કલાકે થશે.
નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા રમાય છે. તેવી માં અંબાના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે બીજા વર્ષે પણ નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય.
હાલમા કોરોનાની મહામારીના કારણે સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે અંબાજીમાં ચાચર ચોકમાં ગરબા રમી નહીં શકાય પણ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ જ રહેશે.
#Mataji’s Ghat was established in Ambaji temple