



આજે પહેલા દિવસે પીએમ મોદી ઋષિકેશમાં છે. ત્યાંથી તેઓ કેદારનાથ દર્શન કરવા જાય તેવી પણ અટકળો છે.નવરાત્રિ દરમિયાન પીએમ મોદી ઉપવાસ રાખતા હોય છે. આજે તેમણે માતાજીની પૂજા કરતા હોય તેવો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોને નવરાત્રિ માટે શુભકામનાઓ પાઠવી હતી.પીએમ મોદી છેલ્લા 42 વર્ષથી નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે. તેઓ આ દરમિયાન ક્યાંય પણ હોય પોતાના ઉપવાસ તોડતા નથી. ગત લોકસભા ચૂંટણી વખતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન તેમણે 13 રાજ્યોનો પ્રવાસ કર્યો હતો અને 23 રેલીઓને સંબોધન કર્યુ હતુ.
ઉપવાસ દરમિયાન તેઓ માત્ર લીંબુ પાણી પીએ છે અને સાંજે એક વખત ફ્રુટ ખાય છે. જોકે આ નવ દિવસ દરમિયાન તેઓ પહેલાની જેમ જ કામ કરે છે. તેમની દિનચર્યામાં ખાસ બદલાવ નથી હોતો.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#PM Modi has been fasting Navratri for 42 years