#Covid vaccination: Older paralyzed people will get the vaccine at home
Aastha Magazine
#Covid vaccination: Older paralyzed people will get the vaccine at home
આરોગ્ય

કોવિડ વેક્સીનેશન : વૃદ્ધ દિવ્યાંગોને ઘર બેઠા મળશે વેક્સીન

વેક્સીનેશન સેંટર સુધી પહોંચવામાં અસમરથ લોકો માટે કેન્દ્ર સરકારે ઘરમાં જ વેક્સીનની વ્યવસ્થા કરવાની મંજુરી આપી છે હેલ્થ મિનિસ્ટ્રીએ ગુરૂવારે કહ્યુ કે આવા લોકોને ઘરે જ હેલ્થ ટીમ તરફથી વેક્સીન લગાવાશે. આ માટે તેમણે ક્યાય પણ ટીકાકરણ માટે અરજી કરવાની જરૂર નથી. નીતિ આયોગના સભ્ય વીકે પોલે સાપ્તાહિક પ્રેસ કોંફ્રેંસ દરમિયાન સરકારને આ નિર્ણયની માહિતી આપી, આ નિર્ણય હેઠલ
NHCVC એટલે કે નિયર ટૂ હોમ કોવિડ વેક્સીનેશન સેંટર્સ સ્થાપિત કરાશે. તેનાથી દિવ્યાંગો અને વડીલોને કોરોના રસી લગાવવા માટે મુસાફરી કરવાની જરૂર નહી પડે અને નિકટમાં જ વેક્સીન લાગી જશે.
હેલ્થ મિનિસ્ટ્રીના સચિવ રાજેશ ભૂષણે જાહેર કરેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે ડોર ટુ ડોર રસીકરણનો પ્રસ્તાવ નિષ્ણાત સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી ન હતી. જોકે, દિવ્યાંગ અને વૃદ્ધ લોકોને તેમના ઘરની નજીક રસીકરણ કેન્દ્રો બનાવીને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ દરખાસ્ત હેઠળ, કોમ્યુનિટી સેન્ટર્સ, રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન સેન્ટર્સ, પંચાયત બિલ્ડિંગ્સ, સ્કૂલ બિલ્ડિંગ્સ વગેરેમાં કેન્દ્રો સ્થાપવામાં આવશે અને ત્યાં કોરોના વેક્સીન આપવામાં આવશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Covid vaccination: Older paralyzed people will get the vaccine at home

Related posts

IHU- ઓમિક્રોન પછી હવે આ બીમારી મચાવશે તબાહી

aasthamagazine

અમદાવાદ શહેરમાં કોવિડ સેન્ટરના બેડ ઝડપથી ભરાવવા માંડ્યા

aasthamagazine

રાજ્યમાં કોરોનાની ગતિ ઓછી થઈ, મૃત્યુઆંક હજું પણ ચિંતાજનક

aasthamagazine

નવા કોવિડ-19 સ્ટ્રેન Omicron ને ખૂબ જ ઝડપથી ફેલનારો ગણાવ્યો : WHO

aasthamagazine

ઓમિક્રોનને હળવાશથી લેવાની ભૂલ કરશો નહીં

aasthamagazine

કોરોનાના 13,058 નવા કેસ, 164 દર્દીઓના મોત

aasthamagazine

Leave a Comment