#Festive season and rising inflation: Singtel and cottonseed prices skyrocket
Aastha Magazine
#Festive season and rising inflation: Singtel and cottonseed prices skyrocket
માર્કેટ પ્લસ

તહેવારોની સીઝન અને ઉપર મોંઘવારીનો માર : સિંગતેલ અને કપાસિયાના ભાવ આસમાને

તેલના ભાવ પણ સતત વધતા તહેવારો પર આનંદ ઉલ્લાસ કરવા માટે પણ સામાન્ય જનતાને વિચારવુ પડી
રહ્યુ છે.
રાજકોટમાં ફરી વાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે છેલ્લા 15 દિવસમાં 100 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે.
નવા ભાવના કારણે સીંગતેલનો ડબ્બો 2,590 રૂપિયા તો કપાસિયા તેલનો ડબ્બો 2,425 રૂપિયાએ પહોંચ્યો છે. એક તરફ મગફળી અને કપાસની આવક વધી રહી છે. તો બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાં ખાદ્યતેલની માગ વધી છે. જેથી ભાવમાં વધારો થયો છે.

અત્ર એ ઉલ્લેખનીય છ એકે તેલની કિમંતો વધતા ગૃહિણીઓનું બજેટ ગડબડાય ગયુ છે. કારણ કે સિંગતેલના ડબ્બાનો ભાવ ફરી 2550 થી 2590 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલનો ભાવ ડબ્બે 2425 રૂપિયાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે, એક બાજુ કપાસ અને મગફળીની આવક થઈ રહી છે તો બીજી બાજુ બન્ને તેલમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Festive season and rising inflation: Singtel and cottonseed prices skyrocket

Related posts

સાણંદ-ચેન્નાઈના પ્લાન્ટ ફોર્ડ બંધ કરશે

aasthamagazine

પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાંથી આવકમાં 148 ટકાનો વધારો થયો

aasthamagazine

આ અઠવાડિયે 3 દિવસ બેંક રહેશે બંધ

aasthamagazine

સોના-ચાંદીના ભાવમા વધારો

aasthamagazine

રિલાયન્સ ઇલેક્ટ્રિક વાહનોના સેગમેન્ટમાં

aasthamagazine

અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો થયો પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો

aasthamagazine

Leave a Comment