



રિલાયન્સ જિયોનું સર્વર આજે સવારથી જ ડાઉન થઇ ગયું છે. જેના કારણે નેટવર્ક નથી મળી રહયા. યુઝર્સ પરેશાનીનો સામનો કરી રહયા છે.જીયો યુઝર્સ તરફથી માઇક્રો બ્લોગીંગ સાઇટ ટ્વીટરથી સર્વર ડાઉન હોવાથી સુચના અપાઇ રહી છે. યુઝર્સના ફરીયાદ છે કે, તેમને સવારથીજ જિયોનું નેટવર્ક નથી મળી રહયું, જેના કારણે ઇન કમીંગ કે આઉટ ગોઇંગ કોલ નથી મળી રહયા સાથે ઇન્ટરનેટનો ડેટાઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
જિયોનું સર્વર ડાઉન હોવાથી સૌથી વધુ ખબર દિલ્હી, લખનૌ, ગ્વાલિયર, ઇન્દોર, રાયપુર, બેંગ્લોર, નાસિક જેવા શહેરોમાંથી સૌથી વધુ આવી રહી છે. અલબત હજુ એ બહાર નથી આવ્યુ કે, આખરે શા માટે જિયો નેટવર્ક દેશના કેટલાક ભાગોમાં કામ નથી કરી રહયું જિયો કેરના કહેવા મુજબ તો નેટવર્કમાં કોઇ મુશ્કેલી નથી.
ઇન્ટરનેટ પર આઉટેજના રિપોર્ટોનું મોનીટરીંગ કરનાર વેબસાઇટ ડાઉન ડિરેકટર વેબસાઇટ પરથી પણ જિયો સર્વર ડાઉન હોવાથી ખબર બહાર આવી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Reliance Jio server down: Calling-Internet service halted