#Is the government making a mistake anywhere? Public questions
Aastha Magazine
#Is the government making a mistake anywhere? Public questions
એક્સકલુઝીવ સોશ્યિલ સ્ટોરી

શું સરકાર ક્યાંય ભૂલ કરે છે? જનતાના પ્રશ્નો

(એન્જિ. સ્વાતિ સી. પાવાગઢી-રાજકોટ 🙂
પક્ષ-વિપક્ષ સરકાર બદલતી રહે છે, સમયની માંગ મુજબ. સમયની માંગ સમજી શકે એ ટકી શકે. હાલ જોવા જઈએ તો ઘણા સામાજીક મુદ્દાઓ છે જેનો ઉકેલ બાકી છે. જો સમસ્યા શું છે એ સમજાય તો સમાધાન માટેના પગલા લઈ શકાય. સરકારમાં બેસતા લોકોને આ સમસ્યાઓ શોધી સમાધાન જ કરવાના છે. એ માટે એમને હંમેશા માહિતીથી પરીપૂર્ણ રહેવુ જરૂરી છે. જેને જેટલી વહેલીને યોગ્ય માહિતી મળે એટલા વહેલી તકે યોગ્ય પગલાં લઈ શકાય. જો માહિતી જ મોડી મળશે. તો એનાથી ઉભી થનાર અનેક સમસ્યાઓ સાથે આવશે. જેમાં ઉભી થયેલ સમસ્યાના ઉકેલ સાથે યોગ્ય પગલાં લેવા પડશે. જેમાં સમય ઉર્જાને નાણાં પણ વધુ ખર્ચાય શકે અથવા તો મોડી મળેલ માહિતીને લીધે પહોંચેલ નુકશાની કહી શકાય. દેશની સ્થિતી જોયને ચાલવું અનિવાર્ય છે. દેશમાં ગરીબી, બેકારી, બેરોજગારી, શોષણ જેવી સમસ્યાઓ કાલે હતી ને આજે પણ છે. કદાચ એના દરમાં સુધારો થયો હોય પણ સમસ્યા તો છે. ભ્રષ્ટાચાર, ચોરી, ખૂન, આત્મહત્યા અને પ્રતિબંધિત પદાર્થોના વેંચાણો જેવા અનેક કિસ્સાઓ જોવા, વાંચવાને સાંભળવા મળે છે. તો આ દરેક પાછળનું કારણ જાણી નીરાકરણ લાવવું એ ચૂંટાયને આવનાર સરકારના ભાગની એક ફરજ છે. બીજી અનેક આર્થીક સામાજીક સમસ્યાઓ છે દરેક વર્ગના લોકોને મુંજવતી, તો એનો નિવેડો લાવવો. સૌથી મોટી સમસ્યા બેકારીની હોય શકે કેમકે, બેકારી છે અટલે કે આવક નથી તો વ્યક્તિ યોગ્ય અયોગ્ય જોયા વગર જરૂરીયાતો સંતોષવા ભૂલથી પણ ગુનાનો ભોગ બને છે. ને જે અન્યને નુકશાન નથી પહોંચાડી શક્તું એ જાતને નુકશાન પહોંચાડે છે. જેમાં અનેક આત્મહત્યાના કિસ્સાઓ આપણે જોઈએ છીએ.
આત્મનિર્ભર થવાની વાત આવી. અટલે જાતે કોઈ તક ઉભી કરો, સાહસ કરો. શું આનો અર્થ એ લઈ શકીએ કે હવે સરકાર કોઈ તક ઉભી કરવા સક્ષમ નથી રહી? નાણા કઈ રીતે ઉભા થઈ શકે એના આયોજન નથી.? માટે આઉટસોર્સથી ઓછા પગારે હોશિયાર યુવકોની ભરતી કરાય છે એ પણ ટૂંકા ગાળા માટે. જો તમારી પાસે ભવિષ્યના આયોજનો ના હતા તો ખાનગી કોલેજોની પરવાનગી શાને આપાય? જો તમે આયોજન કરેલ હોય ચોક્ક્સ નીતિથી કે આ ચોક્ક્સ કામ માટે આટલા સમય બાદ આ ક્ષેત્રના અટલા નિપૂણ વ્યક્તિઓની જરૂર રહેશે. ખાનગી ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે. જે યુવાન ભણતર પાછળ પોતાનો નિશ્ચિત સમય ખર્ચે છે. એ પછી પણ એને યોગ્ય આવકના સ્ત્રોત કદાચ ઉપલબ્ધ નથી. માટે અનેક યુવકોની ફરીયાદ એવી છે. કે આથી તો સારુ કોઈ બીજા કામમાં લાગી ગયા હોત તો એમાં નિપૂણ થઈ અટલા સમયનો અનુભવ આવી ગયો હોત. ને આનાથી બમણી કે ચાર ગણી આવક હોત. અથવા તો કોઈ મોટી પેઢીના માલિક થઈ ચૂક્યા હોત અટલી મહેનતે. તો આ વાતને એમ સમજી શકાય કે વિદ્યાર્થીઓના સપાનાઓ સાથે રમત રમાય રહી છે? સરકાર નવી તકો ઉભી કરશે એ વિશ્વાસ પર તો કદાચ કેટલાય એ મત આપ્યા હોય છે. જેનું તાજુ ઉદાહરણ બિહારની ચૂંટણી રહી. સરકાર ચલાવા ચોક્ક્સ હિસાબ ને આયોજન તો જોઈએ જ. શા માટે સરકારી જમીનો વહેંચવી પડે છે? કોઈ નવા કામ સાથેના ડિપાર્ટમેન્ટ ત્યાં ન થઈ શકે? કે હવે નવું વિચારવાનો સમય કોઈ પાસે નથી કે એવા લોકોની ખોટો આપણા તંત્રમાં છે? અથવા તો જાણીતા કે ઓળખીતા સિવાયની નવી વિચારધારાને ત્યાં સ્થાન જ નથી મળેલ.
માત્ર અનુકરણ કરી જાણે એવો શિક્ષિત વર્ગ જો ત્યાં બેઠો હોય તો એના માટે વધુશિક્ષિત વર્ગની જરૂર જ નથી ને કેમ કે માત્ર આદેશ પાળવાનો છે. એના પરીણામ અંગે ક્યાં વિચારવાનું છે? કોઈ એક સરકારના કામો અધૂરા હતા, એ બીજી સરકારે આવી પૂર્ણ કર્યા એ સારી વાત છે. બાકી રહેલા કામો પર કામ ચાલે છે એ પણ સારૂ જ છે. પણ હાલ સમયની જરૂરીયાત પ્રમાણે નવા ક્યા એવા વિચાર અને આયોજન જરૂરી? હાલના સમયના જનતા જનાર્દનના શું પ્રશ્નો અને પડતી તકલીફો? ને ધ્યાનમાં રાખશો તો એ મુજબ નીરાકરણ લાવી શકવા આયોજન થશે. ભૂતકાળમાં થયેલ કામોને વાગોડવાથી કંઈ નહી થાય. સમયની અવધિ નવી મળી છે તો કામ પણ નવા જ એ મુજબ. હાલ મોટો પ્રશ્ન પ્રદૂષણને શિક્ષિત બેરોજગારી છે જેની સામે આંખ આડા કાન ન થઈ શકે. લોકો આત્મનિર્ભર થાય વાત સાચી પણ લોકો કોઈ એવો જ ધંધો કરશે જે બજારમાં પેલેથી જ્યાં ૧૦૦ની જરૂરીયાત છે ત્યાં ૧૫૦ કરે છે. એમાં તો અન્યના ધંધા ભાંગશે ને વકરો ઓછો થશે ને મીટર વધુ ચડશે. એમાં પણ જે લોન લઈ કંઈ કરશે એને તો વધુ માર પડશે. જેના પર ઘર ચલાવાની જવાબદારી છે એનું શું? રોકાણ કર્યુ એ રૂ. ઉભા કરી જેમાં બધા ખર્ચ આવી જાય ને ત્યારબાદ નફો ને ઘરખર્ચ અલગ નીકળે. અમુક લોકો દેણામાં પણ જાય ને અમુક આ નાના મોટા ધંધા ન ચાલતા કોઈ ખોટુ પગલુ પણ ઉપાડે. એમાં પણ ધંધાદારી તરીકે નામ ચડ્યુ તો કર ચૂકવણી જે નુક્શાની વેઠી માંડ સાહસ સાથે ધંધો ચાલુ કરે તેને આ મોટી રકજક પણ લાગે. માટે સરકારે અલગ યોજનાઓ ઘડી સરકારી જમીનો પર નવા વિભાગો બનાવી આ સામાન્ય જનતાને રોજગારી પૂરી પાડવી એ ચોક્ક્સ દિશાનો યોગ્ય વિકાસ કહેવાશે.
વાત કરીએ અહીં પ્રદૂષણની તો બધા જાણે છે હવા દૂષિત થવાનું કારણ. વાહનો ઘટવાને સ્થને દિન- પ્રતિદિન વધી રહ્યા છે. ક્યા કારણોથી વધી રહ્યા છે એ જોઈએ તો આ વાતનું પણ નીરાકરણ મળશે. આપણે વિદેશી દરેક વસ્તુ અંધ થઈ અપનાવી લઈએ છીએ પછી તેના યોગ્ય ઉપયોગ વિશે વધુ જાણતા કે વિચારતા નથી, અધૂરુ જ્ઞાન હેરાન કરે છે. અને એક અતિકરણ પણ સમાજને હાનિ પહોંચાડે છે પછી એ કોઈપણ ક્ષેત્રનું કેમ ન હોય. આ વાત કાયમ યાદ રાખવા જેવી. આપણી પાસે હાલ અનેક મોટી સિંચાઈ માટેની નહેરો છે જે અનેક જીલ્લાઓથી થઈ ને જાય છે જેમાં વચ્ચે અનેક ગામને તાલુકાઓ આવે છે. આ નહેરો પણ એક પરીવહનનું માધ્યમ થઈ શકે છે. એ પછી લોકોને કોઈ નાવ દ્વારા પહોંચાડવામાં મદદરૂપ થાય કે કોઈ વસ્તુના પરીવહનમાં માત્ર એટલી જાણવણી સાથે કે પરીવહનમાં લઈ જવાતો કોઈ માલ-સામાન નહેરના પાણીને દૂષીત કરે તેવો ન હોવો જોઈએ કેમ કે એ પાણી સિંચાઈમાં લેવાય છે કૃષિ માટે. આ બધુ શક્ય થાય જો બુદ્ધીમાન ને કુશ્ળ ઇજનેરો આમા જોડાય. કોઈપણ કાર્ય એવું નથી જે નીતિમતાથી કરોને તેમાં નિષ્ફ્ળ જાઓ. કેમકે, ઈશ્વ્રરની પણ હાજરી હોય છે ત્યાં. આ એક યોજનાથી અનેક નાવીકો સાથે જે તે ખાતામાં અનેક યુવાનો માટે રોજગારીની તક ઉભી થઈ શકે. આવા એક નહી અનેક સારા વિચારોથી નવનિર્માણ થાય છે ને કેટલાય લોકોને આજીવિકા પૂરી પડી રહે છે.
– એન્જિ. સ્વાતિ સી. પાવાગઢી

#Is the government making a mistake anywhere? Public questions

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

મોટા ભાગના લોકો આજે વહેમના સુખમાં જીવે છે

aasthamagazine

ઇશ્વરનો આભાર માનતા નથી તો ફરિયાદ પણ કરવાનો અધિકાર નથી

aasthamagazine

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

કિંમતી મત કોને ?

aasthamagazine

મરવાની બીકે જીવવાનું થોડું છોડાય..!!

aasthamagazine

Leave a Comment