



રાજકોટ : રોટરી ક્લબ દ્વારા આયોજિત રંગોળી સ્પર્ધામાં બાળકોએ ઇનામ મેળવ્યાં:.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 97 માં રોટરી ક્લબ દ્વારા આયોજિત દેશભક્તિ સિમ્પલ રંગોળી સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને ઇનામો મેળવ્યા. પ્રાથમિક શાળાના બાળકોએ પોતાના શિક્ષકોનું માર્ગદર્શન મેળવી શાળામાં જ દેશભક્તિ ની થીમ આધારિત અવનવી રંગોળીઓ દોરી અને તેમાં રંગ પૂર્યા. બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. વાલીઓએ પણ મુલાકાત લઇ શાળાની પ્રવૃતિઓમાં રસ દાખવ્યો ભાગ લેનાર દરેક બાળકને સુંદર ઇનામો આપવામાં આવ્યા. શાળાના આચાર્ય એ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.
#Rajkot: Patriotic Simple Rangoli Competition organized by Rotary Club at Shri Saraswati Primary School No. 97