#What is the fence in development? Why bother the educated class? Cat-students are puzzled by how many questions
Aastha Magazine
#What is the fence in development? Why bother the educated class? Cat-students are puzzled by how many questions
એક્સકલુઝીવ સોશ્યિલ સ્ટોરી

વિકાસમાં વાડ શાને? શિક્ષિત વર્ગ હેરાન શાને ? વિદ્યાર્થીઓને કેટ-કેટલા પ્રશ્નો મૂંજવે છે

(એન્જિ.સ્વાતિ સી. પાવાગઢી)
વિકાસમાં વાડ શાને?
શિક્ષિત વર્ગ હેરાન શાને? દેશનો દરેક નાગરીક દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. આજે વિદ્યાર્થીઓને કેટ-કેટલા પ્રશ્નો મૂંજવે છે. કેટલા દબાણો હેઠળ ભણતું બાળક યોગ્ય પરીણામ મેળવી શક્શે શું? બાળકને તો જાતીઓમાં વર્ગો વહેંચાયેલ છે એ નથી ખબર. શાળામાં જે તેનો સારો પાક્કો મિત્ર છે જેની સાથે નાસ્તો, ક્લાસ નોટ્સ શેર કરે છે. પરીક્ષામાં સાથે સારી મહેનત કરે છે. ને પરીણામ બાદ અનામતના કારણે એક કોલેજમાં કે સારે સ્થાને પ્રવેશ નથી મેળવી શક્તા અથવા તો એક ને ફી ભરવાની છે મોંઘી દાટને એક ને તદન ફ્રી છે. રીઝ્વ્ડ સીટને લીધે. જ્યારે જેને ફી ભરવાની છે તેના ઘરની સ્થિતી પણ એટલી નથી માંડ બે ટકના ભોજનનું રળે છે. ને જેને ફ્રી સીટ મળેલી છે તેને જાહોજલાલી છે. કઈ રીતે સમાજને વર્ગીકૃત કરી વહેંચાયો છે. બે જીગરજાન બાળપણના મિત્રો અલગ થઈ જાય છે. ને જેને જરૂર નથી તે આવી સીટો જરૂરીયાતમંદ વ્યક્તિ માટે છોડતાં પણ નથી અને કોઈની છોડેલી સીટ બીજા વર્ગને કામ આવતી પણ નથી. કરૂણતા એ છે સમાજની કે કોઈને જોઈતા સારા સાથ સહકાર જીવનમાં મળતાં નથી. મિત્રો અલગ પડતાં જાય છે. ને એક ભેદભાવ જન્મે છે. જેની સાથે અન્યાય થયો મહેનત પછી પણ ઘણું ખરું ન મળ્યું જે અન્યને મળ્યું, બીજી તરફ બીજાને તેના જેવો મિત્ર ન મળ્યો.
આપણે વિવિધતામાં એકતા કહીએ છીએ પણ આવા નીતિ નિયમો તો ક્દાચ એકતાને જ હણે છે. સિસ્ટમમાં જ એવું મૂકી દેવાયું હોય કે કોનો ક્યા ઘરે જન્મ છે એ મુજ્બ તેને માવા મલાઈ કે રૂખો સૂકો અનાજનો ટૂકડો મળશે. આર્થિક સ્થિતિ કોઈ અસર જ નથી કરતી? ખરેખર જરૂર કોને છે એનું પૃથ્થકરણ તો થવુ જોઈએ. નહીં કે વર્ષોથી ચાલી આવતાનું આંધળું અનુકરણ. એક બાજુ એક વર્ગ મહેનત કરી મરી જાય છે તેની આસપાસનું વાતાવરણ પણ તેને સહાયક નથી છતાં જે તે નથી મેળવી શકતો એ ખૂબ ઓછી મહેનતે અને ઘણી સુવિધા સાથે અન્યને મળી રહે છે. આંકલન જ કરવું હોય ને ન્યાય જ કરવો હોય તો શિક્ષિત રાષ્ટ્રમાં એ રીતે થવું જોઈએ કે દરેક વિધ્યાર્થીની આર્થિક, શારીરિક, બૌધ્ધિક અને મન:સ્થિતિ મુજબ તેની સક્ષમતા. પેલેથી જ નક્કી કરેલી જૂના સમયની કોઈ લાઈન પર આંધળાની જેમ ક્યાં સુધી ચાલવાનું? આજે સમય બદલાયો છે તક્નીકી યુગ છે, સમય હાલત સ્થિતિ બધું જ અલગ છે તો નિર્ણયો એ રીતે લોક હીત જોઈને થવા જોઈએ.
લોકોએ પણ પરીસ્થિતિ સમજી સહયોગ કરવો જોઈએ. મોટા ભાગના ભ્રષ્ટાચારો કદાચ કોઈ સાથે થયેલ અન્યાયમાંથી જ જન્મતા જણાય છે. કેટલા લોકોની ફરિયાદ છે કે ઘણાં પરિસ્થિતિને આધિન થઈ કેટ કેટલા કાર્યો કરે છે માત્ર રોજગારી માટે જ્યાં દારૂબંધી છે તેવા રાજ્યમાં એક બોટલ લઈ જઈ ઘણાં કામ પાર ઉતરી જાય છે. ને કેટલી પેટીઓ પક્ડાઈ છે જેના સાચાં આંકડાની માહિતી ચોપડે ચડાવી જ્યાં બહાર કાયદેસરની વ્હેંચવાની મંજૂરી છે ત્યાં મળતી યોગ્ય કિંમતે વહેંચી તેમાંથી આવક કરી સારી જગ્યાએ એ રૂપિયા વાપરવાને બદલે આ બોટલો પર રોડ રોલર ફેરવાય છે. આ રાજ્ય તો અન્ય રાજ્ય માટે આદર્શ છે ને અહીંના લોકો વ્ય્વસાય કુશળ કહેવાય છે તો આમ કોરોડો રૂપિયાની વસ્તુનો નાશ કર્તા પહેલા એ વિચાર તો જરૂર આવવો જોઈએ કે કરોડોની ચીજના નાશથી કંઈ ન મળે એના કર્તા યોગ્ય ઉપાયથી લાખો મળેને એ જરૂરી સ્થાને વપરાય તો પણ કેટલાયનું કલ્યાણ થાય. સાવ કોઈ વસ્તુ નકામી ન હોય ઘણાં રોગીની દવા હોવાથી તેની ઘણે સ્થાને મંજૂરી અપાય હોય છે.
આજે સમાજમાં એવો પણ વર્ગ છે જેની આવક ખૂબ ઓછી છે જે આ મોંઘવારીના સમયમાં દરેક વાતને ન્યાય ન આપી શકે. જીવન જરૂરીયાતની વસ્તુઓ એટલી મોંઘી છે એમાં બાળકોને ભણાવા કે કામે લગાડવા એ મોટો પ્રશ્ન છે આ સ્વમાની વર્ગ ક્યારેય કંઈ માંગતો નથી માત્ર સહન કરે છે ને પરીસ્થિતીમાંથી બહાર નીકળવા પૂરતાં પ્રયાસો કરે છે. આશાવાદી વર્ગ જેને કહી શકાય. અમૂક સમય હાથમાંથી સરકી જાય છે પછી ત્યારે ખ્યાલ આવે છે કે પરીસ્થિતી બદલવાની આડમાં ભણતર છૂટ્યું, જવાની ગઈ અને જીવન જીવવાનું તો ભૂલાઈ જ ગયું. આ વર્ગને એ સમજાય જાય કે ક્યારે શું કરવાનું હતું તો બદલાવ આવે. જે સમાજને તંત્ર વચ્ચે રહો છો તે યોગ્ય છે? કોઈ અન્ય દેશમાં રહી મેં આ રીતે મહેનત કરી હોત તો શું પરીણામો હોત? આજે ભ્રષ્ટાચાર કદાચ એટલે જોવા મળે છે જેને જે જોઈએ છે તે મળતું નથી એટલે આડકતરી રીતે તે મેળવવાના પ્રયાસો ચાલે છે. જેની પાસે છે એની પાસે તમામ અધિકાર છે નથી તેની પાસે એક અધિકાર પણ માંડ કરી. જેમ કે, અહીં એવા વર્ગ પણ છે જેની પાસે ખેતી છે જ્યાં કામ માટે દાળિયા રાખેલ હોય, ઢોર-ઢાંખર છે, ઘરનાં મોટા ધંધા-રોજગાર છે, ઘરમાંથી એક-બે વિદેશ છે તેની આવક, અનામત પણ છે જેથી એક વ્યક્તિને સરકારમાં બેસાડવાની છે. આ સામે એવા પણ અનેક વર્ગ છે જેની પાસે માત્ર આમનું એક માંડ છે ને તેના પર જીવનનિર્વાહ સમય મુજબ ટકાવવો મુશકેલ. આ સંસારમાં દરેક મનુષ્ય સારી રીતે જીવી શકે છે જો અમુક ત્રુટીઓનું યોગ્ય નિવારણ લવાય તો.

#What is the fence in development? Why bother the educated class? Cat-students are puzzled by how many questions

Related posts

બાળકોની જીદ અને તેનું વર્તુણુક..

aasthamagazine

धन गया, कुछ नहीं गया,स्वास्थ्‍य गया, कुछ गया।चरित्र गया तो सब कुछ गया।

aasthamagazine

મોટા ભાગના લોકો આજે વહેમના સુખમાં જીવે છે

aasthamagazine

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

અંધારું પણ ચાખવા જેવી ચીજ છે

aasthamagazine

દુનિયાનો છેડો એટલે ઘર

aasthamagazine

Leave a Comment