



ગુજરાત સરકારના ગૃહ વિભાગે 24મી સપ્ટેમ્બર 2021ના રોજ કોરોના સંદર્ભે એક હુકમ કર્યો હતો. આ હુકમમાં વેપાર-ધંધા સહિત અન્ય બાબતે દિશાસૂચન તો કર્યા હતા પરંતુ નવરાત્રીને લઈને પણ હુકમ કર્યો હતો. આ હુકમમાં સમગ્ર રાજ્યમાં રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, ફલેટ, સોસાયટીઓમાં 400 વ્યક્તિની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે એમ જણાવ્યું હતું. સાથે પાર્ટીપ્લોટ, કલબ, ખુલ્લી જગ્યા કે અન્ય કોઈપણ જગ્યાએ જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રીની પરવાનગી આપવામાં આવશે નહીં એમ પણ જણાવ્યું હતું. આજ હુકમમાં નવરાત્રીને લઈ એક હુકમ એ પણ થયો કે ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઈએ. રાજ્યમાં 18 વર્ષથી ઉપરના વેક્સિન પાત્રતા ધરાવતા 4.91 કરોડ લોકો છે. જેમાંથી રવિવાર સુધીમાં 1.92 કરોડે જ બે ડોઝ લીધા હતા. કદાચ બે દિવસમાં 2 કરોડ આંક થયો હોઈ શકે.
સરકારના આ હુકમને ધ્યાને લઈ રાજ્યના જિલ્લાઓમાં જાહેરનામા પણ બહાર પડ્યાં છે. જેમાં આ હુકમનો ભંગ કરનારને ધ એપીડેમીક ડિસિસ એક્ટ 1897 અન્વયે ધ ગુજરાત એપીડેમીક ડિસિસ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની જોગવાઈઓ તથા ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ 188 તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Garba can be organized up to 400 persons till 12 noon