#Rajkot: Two sisters drowned while bathing in a check dam in Hadala
Aastha Magazine
#Rajkot: Two sisters drowned while bathing in a check dam in Hadala
રાજકોટ

રાજકોટ : હડાળામાં આવેલા ચેકડેમમાં નહાવા પડેલી બે સગી બહેનના ડૂબી જવાથી મોત

રાજકોટ મોરબી હાઇવે પર હડાળામાં રહેતા રાજેશભાઇ સીતાપરાની 12 વર્ષની બે પુત્રી આશિયા અને અનોખીનું રવિવારે બપોરે ગામના ચેકડેમમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટેશનના જમાદાર કિશનભાઇ અજાગિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. રાજેશભાઇના પત્ની બપોરે ગામમાં આવેલા ચેકડેમે કપડાં ધોવા ગયા હતા ત્યારે તેમની સાથે તેમની બેલડાંની પુત્રી આશિયા અને અનોખી તેમજ તેની ભત્રીજી મુસ્કાન રસિકભાઇ સીતાપરા (ઉ.વ.18) પણ ગઇ હતી. રાજેશભાઇના પત્ની કપડાં ધોઇ રહ્યા હતા ત્યારે તેમની બે પુત્રી આશિયા અને અનોખી ડેમના પાણીમાં નહાવા પડી હતી. નહાતી વખતે બંને સગી બહેને ડેમના ઊંડા પાણીમાં ડૂબવા લાગી હતી.

આશિયા અને અનોખીને બચાવવા માટે તેની પિતરાઇ બહેન મુસ્કાને પણ ચેકડેમમાં ઝંપલાવ્યું હતું અને બંનેને બચાવવાની કોશિશમાં તે પણ ડૂબવા લાગી હતી, નજર સામે જ બે પુત્રી અને ભત્રીજી ડૂબવા લાગતા રાજેશભાઇના પત્નીએ દેકારો કરતા ગ્રામજનો દોડી ગયા હતા અને ત્રણેય બહેનોને બહાર કાઢી હતી, જોકે આશિયા અને અનોખી બંને બહેનોનાં મોત નીપજ્યા હતા, જ્યારે મુસ્કાનને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બેલડાંની પુત્રીના એકસાથે જ મૃત્યુ થતાં સીતાપરા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

#Rajkot: Two sisters drowned while bathing in a check dam in Hadala

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 03/03/2022

aasthamagazine

રાજકોટ : જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી થઈ : શહેર રાત્રે 1 વાગ્યા સુધી ધમધમ્યું

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 19/02/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/01/2022

aasthamagazine

રાજકોટ : પોલીસ નવા વેરીયેન્ટને લઇને ફરી વખત એકશનમાં આવી

aasthamagazine

નવા નળ જોડાણમાં વોટર મીટર ફરજિયાત

aasthamagazine

Leave a Comment