



7 ઓક્ટોબર અને આસો સુદ એકમ તિથીથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે નોરતામા ત્રીજ-ચોથ અને ચોથ-પાંચમ તિથી ભેગી આવી રહી છે. આ સંયોગના પગલે ચાલુ વર્ષે નોરતા આઠ રાત્રીના રહેશે. આ પહેલા વર્ષ 2000,2002 અને 2009માં એક નોરતું ઓછું હતું. જ્યારે નવરાત્રીમાં દુર્ગાષ્ટમી જેને હવનાષ્ટમી પણ કહેવામાં આવે છે,જે 13 ઓક્ટોબરના રોજ પ્રાપ્ત થશે.પંચાગ અનુસાર 9 ઓક્ટોબરના રોજ સવારે 7:48 વાગ્યા સુધી જ ત્રીજ તિથી રહે છે,ત્યાર બાદ ચોથ શરૂ થઈ જાય છે. 10 ઓક્ટોબરના રોજ સવારે 5 વાગ્યા સુધી ચોથ તિથી રહેશે.
શાસ્ત્રી નયન જોષીના જણાવ્યા અનુસાર,નવરાત્રી એટલે શક્તિની આરાધનાનું પર્વ. આ સાથે મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના અર્ચન-પુજન સાથેની આરાધના કરવાના દિવસો. આ વર્ષે 7 ઓક્ટોબરથી પ્રારંભ થતી નવરાત્રી 15 ઓક્ટોબરે દશેરા સાથે પૂર્ણ થશે. આ વર્ષે ત્રીજ-ચોથ અને ચોથ-પાંચમ તિથી ભેગી હોવાના કારણે આઠ રાત્રી ની નવરાત્રી રહેશે.
#Navratri: Since the fourth-fifth gathering, there will be eight nights of Navratri