#Rajkot: BJP's soup cleared on vacant seats of Nagarpalika and District Panchayat
Aastha Magazine
Rajkot: BJP's soup cleared on vacant seats of Nagarpalika and District Panchayat
રાજકારણ

રાજકોટ : નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર ભાજપનાં સૂપડાં સાફ : બાવળિયા અસફળ

રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું, જેનું આજે પરિણામ આવી ગયું છે. આ ચૂંટણી પરિણામમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. અને કોંગ્રેસનો પંજો છવાઇ ગયો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જંગી જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે, આથી ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી હતી. જોકે એમાં બાવળિયા અસફળ રહેતાં તેમના જ ગઢમાં ગાબડું પડ્યું છે.શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જંગી જીતકોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના સભ્યનું અવસાન થતાં ખાલી બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપમાંથી છગન તાવિયા અને કોંગ્રેસમાંથી વિનુ મેણિયા વચ્ચે સીધો જંગ જામ્યો હતો. એમાં છગન તાવિયાને 4868 મત મળ્યા છે અને વિનુ મેણિયાને 5621 મત મળ્યા છે, આથી કોંગ્રેસના વિનુ મેણિયાએ ભાજપના છગન તાવિયાને 2084 મતથી હાર આપી છે. અને ભાજપને મોટો ફટકો પડયો છે.સાણથલી બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર વિજેતા જાહેર રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનું અવસાન થતાં ખાલી પડેલી આ બેઠકની પણ પેટાચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસમાંથી શારદાબેન વિનુભાઇ ધડુક અને ભાજપમાંથી રસીલાબેન વેકરિયા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. આ ચૂંટણી જંગમાં કોંગ્રેસનાં શારદાબેનને 5103 મત મળ્યા હતા. અને ભાજપનાં રસીલાબેનને 4868 મત મળ્યા હતા, આથી કોંગ્રેસનાં શારદાબેન 235 મતથી વિજેતા થયાં છે. અહીં પણ કોંગ્રેસનો પંજો છવાયો હતો.ઉપલેટામાં નગરપાલિકામાં વોર્ડ નં.5માં પણ કોંગ્રેસનો પંજો ફરી વળ્યો
રાજકોટના ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નં.5ની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ છે. ભાજપનાં મહિલા સભ્યનું કોરોનામાં મૃત્યુ થતાં બેઠક ખાલી પડતાં પેટાચૂંટણી આવી હતી, જેમાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર દક્ષાબેન વેકરિયાની જીત થઇ છે

#Rajkot: BJP’s soup cleared on vacant seats of Nagarpalika and District Panchayat

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

ગુજરાત બજેટ 2022-23 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાત : વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ

aasthamagazine

નવા મુખ્યમંત્રી નીતિન પટેલ કે પ્રફુલ પટેલ ? નીતિન પટેલ કમલમ પહોંચ્યા

aasthamagazine

રાજીનામું આપ્યા પછી વડાપ્રધાન મોદીને ને મળતા રૂપાણી

aasthamagazine

હું રાજકારણમાં આવીશ, ખોડલધામનાં નરેશ પટેલ

aasthamagazine

Speed News – 05/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment