



પેટ્રોલ-ડિઝલના ભાવોમાં એક દિવસના વિરામ બાદ આજે ભાવ વધારો થતા પેટ્રોલ ફરી વધારો થતા રૂા. 100ની નજીક પેટ્રોલ પહોંચ્યુ છે. વર્તમાન કાળઝાળ મોંઘવારીમાં ઇંધણ સાથે ગેસના ભાવ વધારાના લીધે લોકોના આર્થિક બોજમાં વધારો થયો છે. પેટ્રોલ-ડિઝલના રોજિંદા ભાવ ફેરમાં એક દિવસ રાહત બાદ આજે ફરી વધારો નોંધાયો છે. આજે 24 પૈસા પેટ્રોલ અને 32 પૈસા ડીઝલમાં વધારો થયો છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિસા, જમ્મુ કાશ્મીર સહિતના રાજયોમાં પેટ્રોલનો ભાવ રૂા. 100ને પાર પહોંચ્યો છે. રાજકોટ શહેરમાં આજે 24 પૈસાના વધારા સાથે રૂા. 99.21 પેટ્રોલ અને 32 પૈસાના વધારા સાથે રૂા. 97.92 ડીઝલ વેચાણમાં છે. ગઇકાલે ભાવ સ્થિર રહ્યા બાદ આજે ફરી ભાવ વધારો થતા પેટ્રોલ રૂા. 100ની નજીક પહોંચવા આગળ ધપી રહ્યું છે.
સરકારી પેટ્રોલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલમાં સતત ભાવ વધારો કર્યો છે. આજે દિલ્હી રૂા. 91.07 ડીઝલ, રૂા. 102.34 પેટ્રોલ, મુંબઇ રૂા. 98.80 ડીઝલ, રૂા. 108.67 પેટ્રોલ, કોલકતા રૂા. 94.17 ડીઝલ અને 103.36 પેટ્રોલ, ચેન્નાઇ રૂા. 95.59 ડીઝલ, રૂા. 100.23 પેટ્રોલ પ્રતિ લીટર વેચાણમાં છે.
#Petrol: Rs. Near 100: Increase in people’s economic burden
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)