



ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે ગત રવિવારે યોજાયેલી મતદાન બાદ આજે સવારે હાથ ધરવામાં આવેલી મત ગણતરીમાં પાટનગર કબજે કરવામાં ભાજપ સફળ રહ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની નો-રિપીટ થીયરીને મતદારોએ વધાવી લીધી છે. સામાપક્ષે અસ્તિત્વ માટે ઝઝુમી રહેલી કોંગ્રેસ પોતાની પરંપરાગત વોટ બેંક સાચવવામાં પણ નિષ્ફળ રહ્યું છે. આપ ગાજયુ એટલું વરસ્યુ નથી. ગાંધીનગર મહાપાલિકામાં ફરીવાર ભાજપ તોતિંગ બહુમતિ સાથે સત્તારૂઢ થવા જઈ રહી છે.પાલિકા અને પંચાયત માટે ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે સવારે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ લખાય રહ્યું છે ત્યારે ગાંધીનગર મહાપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પૈકી 26 બેઠકોના પરિણામના ટ્રેન્ડ મળી રહ્યાં છે જેમાં 24 બેઠકો ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે અથવા જીતી ચૂક્યા છે. 18 બેઠકોની મત ગણતરી બાકી હોવા છતાં ભાજપે બહુમતિ હાસલ કરી લીધી છે. કોંગ્રેસને ફાળે માત્ર 2 જ બેઠકો આવી છે. પરંપરાગત વોટબેંક જાળવવામાં પણ કોંગ્રેસ સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. જ્યારે આપ ચૂંટણી પૂર્વે અને મતદાન સમયે ગાજ્યુ ચોક્કસ હતુ પરંતુ જે રીતે જોર બતાવ્યું હતું તે રીતના પરિણામ હાસલ કરી શક્યું નથી.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની નો-રિપીટ થીયરીને પાટનગરવાસીઓએ સ્વીકારી લીધી હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં જાહેર થયેલી 21 બેઠકોના પરિણામમાંથી 19 બેઠકો ભાજપે જીતી લીધી છે. વોર્ડ નં.1, 4,5, 7,9માં ભાજપ પેનલ ટુ પેનલ વિજેતા બન્યું છે. જ્યારે વોર્ડ નં.3 અને 10માં ભાજપની પેનલો તૂટી હોવાનું મનાઈ રહ્યું છે. ઓખા નગરપાલિકાની 26 બેઠકો પૈકી ભાજપ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
#Gandhinagar: BJP succeeded in capturing
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)