



અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-1 (એકમ) ગુરૂવારને તા.7 ઓક્ટોબરથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરેલો છે. આ સમય પ્રમાણે ભક્તોએ દર્શન અને આરતીનો લાભ લેવાનો રહેશે તેમ જણાવાયું છે. દર્શનનો સમય રહશે આરતી સવારે 7:30 થી 8:00 દર્શન સવારે 8:00 થી 11:30 રાજભોગ બપોરે 12:૦૦ કલાકે દર્શન બપોરે 12:30 થી 4:15 સાંજે આરતી 6:30 થી 7:00 સાંજે દર્શન 7:00 થી 9:00 નવરાત્રી અંગેનો કાર્યક્રમમાં આ પ્રમાણે રહેશે (1) ઘટ સ્થાપનઃ- આસો સુદ-2 ગુરૂવારને તા.7 ઓક્ટોબર સમય સવારે 10:30 થી 12:00 (2) આસો સુદ-8 :- બુધવારને તા.13 ઓક્ટોબર આરતી સવારે 6:00 કલાકે (3) ઉત્થાપન:- આસો સુદ-8 બુધવારને તા.13 ઓક્ટોબર આરતી સવારે 11:10 કલાકે (4) વિજયાદશમી (સમી પુજન):- આસો સુદ-10 શુક્રવારને તા.15 ઓક્ટોબર સાંજે 6:00 કલાકે (5) દૂધ પૌઆનો ભોગ: તા.20 ઓક્ટોબરને બુધવારના રોજ રાત્રે 12:00 કલાકે કપૂર આરતી (6) આસો સૂદ પૂનમ:- આસો સુદ-15 બુધવાર તા.20 ઓક્ટોબરને આરતી સવારે 6:00 કલાકે રહેશે.
#Changes in the timing of Aarti and Darshan at Ambaji Temple
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)