#Rajkot: Gandhi Jayanti was celebrated by School No. 93
Aastha Magazine
#Rajkot: Gandhi Jayanti was celebrated by School No. 93
પ્રેસ નોટ

રાજકોટ : શાળા નંબર 93 દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93 બીજી ઓક્ટોબર 2021 ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાના 25 બાળકોને ગાંધી મ્યુઝિયમ માં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો તથા આવવા જવાનું ભાડું પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચૂકવવામાં આવ્યું. શાળા નંબર 93 નાં ૨૫ વિધાર્થીઓને મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત કરાવવામાં આવી. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ શ્રી અતુલભાઈ પંડિત વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સદસ્યો એ હાજરી આપી હતી. બાળકોને પ્રોત્સાહીત કર્યા. શાળાના શિક્ષકશ્રી નીલાબેન પટેલ તથા દીપાબેન ડઢાણીયા હાજર રહ્યા. બાળકોના આ મુલાકાત દરમિયાન શાળાના આચાર્ય વનિતાબેન રાઠોડે પણ હાજર રહી બાળકોને ગાંધી જીવન પરિચય કરાવ્યો. આ મુલાકાતમાં હાજર રહેલા તમામ બાળકોને દાતા શ્રી અજયભાઈ ફીચડીયા (UAE) દ્વારા શ્રીમદ્ ભગવત ગીતા ભેટ કરવામાં આવી. ગાંધીજીના જીવનમાં શ્રીભગવત ગીતાનો ખૂબ જ મહત્વ રહેલું હતું. ગાંધીજી કહેતા હતા કે તેઓ જ્યારે ઉદાસ થતા હતા કે તેમને ઊંઘ ના આવતી તો તેવો ગીતાના આશ્રય જતાં તેમને જ્યારે કોઈ માર્ગ ન સૂઝે ત્યારે ગીતા તેમણે માર્ગ સૂચવતી હતી. આવી શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ ના મુખે બોલાયેલી આપણા હિન્દુ ધર્મની એક અમૂલ્ય ભેટ સમાન છે. આવી ગીતા શાળા નં ૯૩માં ભણતા ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકોને આપવામાં આવશે. પરંતુ આજે ગાંધી જયંતી નિમિત્તે ગાંધી મ્યુઝિયમની મુલાકાતે હાજર રહેલા તમામ બાળકોને દાતાશ્રી અજયભાઈ ફીચડીયા (UAE)ના હસ્તે આ ગીતાજી આપવામાં આવી શાળાના આચાર્ય વનિતાબેન રાઠોડ દ્વારા દાતાશ્રીઓનો આભાર માનવામાં આવ્યો.

#Rajkot: Gandhi Jayanti was celebrated by School No. 93

Related posts

રાજકોટ : શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 97 માં રોટરી ક્લબ દ્વારા આયોજિત દેશભક્તિ સિમ્પલ રંગોળી સ્પર્ધા યોજાઈ

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

Speed News – 15/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ મહાનગરપાલિકા તથા રડીબા ચે. ટ્રસ્ટ નાં ઉપક્રમે પ્રતિમા સફાઇ

aasthamagazine

રાજકોટ : છત્તીસગઢના શિક્ષણમંત્રીશ્રીના હસ્તે વનિતાબેન રાઠોડનું સન્માન

aasthamagazine

Speed News – 16/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment