#Heavy rain warning issued in many places: Chance of light to moderate rain
Aastha Magazine
#Heavy rain warning issued in many places: Chance of light to moderate rain
ગુજરાત

ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી જારી : હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે, જ્યારે ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી જારી છે. IMD નું લેટેસ્ટ ટ્વિટ કહે છે કે, આગામી બે કલાક દરમિયાન આદમપુર, હિસાર, હાંસી, તોશામ (હરિયાણા), સહારનપુર, મિલક (UP) ભદ્રા (રાજસ્થાન)ની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામા વિભાગે પણ ચક્રવાત વિશે એક ખાસ વાત કહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તરી ઓમાન અને મસ્કતમાં સ્થિત ડીપ ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે, પરંતુ તેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે.ઝારખંડમાં ‘યલો એલર્ટ’ ચાલુ છે, બીજી તરફ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી છે, તો નોઈડા, ગ્રેટર નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામના નજીકના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.

ખાનગી હવામાન માહિતી સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે, ઉત્તર પૂર્વ બિહાર અને તેની નજીકના ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પર લો પ્રેશરનો વિસ્તાર રહે છે. જેના કારણે આગામી 24 કલાક દરમિયાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, તમિલનાડુ, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

આ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે

#Heavy rain warning issued in many places: Chance of light to moderate rain

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

શપથવિધિ માટે પીએમ મોદી કાલે ગુજરાત આવશે.

aasthamagazine

ગુજરાતે કોરોનાની રસીના 10 કરોડ ડોઝની સિદ્ધિ મેળવી

aasthamagazine

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી

aasthamagazine

રાજ્યના મુખ્યસચિવ તરીકે પંકજ કુમારે વિધિવત ચાર્જ સંભાળ્યો

aasthamagazine

જુનાગઢના સિંહો પર થશે પ્રાણીઓ માટેની કોરોના રસીની ટ્રાયલ

aasthamagazine

રાજ્યોમાં તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદની શક્યતા

aasthamagazine

Leave a Comment