



દેશમાં રેલવે સ્ટેશનોને હાઇ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે, 150 રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશના કુલ 150 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કરવામાં આવશે. જ્યારે 300 સ્ટેશનોને હાઇ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં આવશે. એક ભવન પર તેમણે આ વાત કરી હતી.
રેલવે મંત્રીએ કહ્યું હતું કે, PM મોદીએ મને મોટી જવાબદારી આપી છે. મારા પિતા પણ દરેક મુસાફરના મોઢા પર સ્મીત જોવા માગે છે. જેથી તેઓ બોલ્યા કે બંનેની આશાઓ પર ઉભો રહેવા માગુ છું. જેના માટે હું બને એટલા પૂરતા પ્રયાસો કરીશ.
રેલવે મંત્રીનો પદભાર ગ્રહણ કર્યા બાદ અશ્વિની વૈષ્ણવ પ્રથમવાર જોધપુર ગયા હતા. જ્યાં તેઓ બોલ્યા હતા કે દેશના કુલ 150 રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવશે. જેમાં રાજસ્થાનના આઠ સ્ટેશનોને પહેલા ચરણમાં વિકસિત કરવામાં આવશે. જેથી મુસાફરો રાહત મળી રહેશે.
રાજસ્થાનમાં જયપુર, જોધપુર, અજમેર, ઉદયપુર, જેસલમેર, બીકાનેર, અને આબૂરોડ રેલ્વે સ્ટેશનને ફરીથી વિકસીત કર કરવામાં આવશે. સાથેજ તેમણે કહ્યું કે 300 સ્ટેશનોને હાઈ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં આવશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#150 railway stations will be renovated