



બજારોમાં લાઈટની સીરીઝ,ડેકોરેસનનો સામાન, ચણિયાચોળી વગેરેની ખરીદી નિકળી છે. બીજીબાજુ માટીના ગરબા ખરીદતી ગૃહિણીઓ જોવા મળી રહી છે. માતાજીના આરાધનાનુ પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિનું પર્વ શરૂ થવાનુ છે. જેમાં નવ દિવસ સુધી ગરબો પ્રગટાવી માતાજીની આરાધના કરવામા આવે છે. ત્યારે અનેક કારીગરો માટીનો ગરબો બનાવવાના કામને આખરી ઓપ આપી રહ્યાં છે.માટીના ગરબા બનાવી ટેબ પર કલર કામ ગરબીઓને ડેકોરેશન કામ કરવામાં આવે છે. આ વર્ષે બજારમાં હાલ નવી ડિઝાઇનવાળા તથા ફેન્સી ગરબા આવ્યા છે. છતા દેશી ગરબાની માંગ યથાવત છે. હજુ પણ લોકો માટીના દેશી ગરબા લેવાનો આગ્રહ રાખે છે અને ઘરે સ્થાપના કરે છે. જો કે આ વર્ષે ગરબાની ખરીદી થોડી મોડી જોવા મળી રહી છે. ખરીદી પ્રમાણમાં ઓછી થઈ રહી છે. સાથે જ આ વર્ષે માટીના ગરબામાં રૂપિયા 5 થી 10 નો વધારો જોવા મળી રહ્યો છે. કાંણાવાળા માટલાની અંદર દીપ પ્રકટાવવામાં આવે એટલે તેને ગરબો કહેવાય. ગરબો એટલે જેના ગર્ભમાં દીપકનું પ્રાગટ્ય થયુ હોય એ. ગરબાને માથે રાખીને અથવા વચ્ચે રાખીને નૃત્ય કરવુ એટલે નવરાત્રિ. શહેરમાં રોડ પર લારીઓમાં માટીની કાણાવાળી ગરબીઓ વેચાઈ રહી છે. સાથે માટીના દીવડાંનું પણ વેચાણ થઈ રહ્યું છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Navratri: Demand for redesigned and fancy garb increased