#Rajkot: PGVCL: For power fault complaints, you can lodge a complaint on WhatsApp number 95120 19122.
Aastha Magazine
#Rajkot: PGVCL: For power fault complaints, you can lodge a complaint on WhatsApp number 95120 19122.
રાજકોટ

રાજકોટઃ PGVCL : વીજફોલ્ટની ફરિયાદો માટે વોટ્સએપ નંબર 95120 19122 પર ફરિયાદ નોંધાવી શકશે.

સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત સાથે જ વીજ ફોલ્ટને લગતી ફરિયાદોમાં વધારો થયો છે. વીજ તંત્રના કસ્ટમર કોલ સેન્ટરમાં ફોન કરવા છતાં ફોન સતત વ્યસ્ત અથવા તો રિસીવ ન થતો હોવાની અનેક ફરિયાદો થતી હોય છે. ચોમાસામાં આ વ્યવસ્થા સુધારવાના બદલે હવે ચોમાસુ પૂરું થવાને સપ્તાહની વાર છે ત્યારે પીજીવીસીએલ દ્વારા 12 જિલ્લાઓને આવરી લેતા નવા ગ્રાહક ફરીયાદ નિવારણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવતાં વીજ સમસ્યા દુર થશે તેવી લોકો આશા રાખી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન વીજ ફોલ્ટની અનેક ફરિયાદો આવતી હોય છે. પણ અત્યાર સુધી ફરિયાદોના નિરાકરણ માટે સુચારૂ વ્યવસ્થા ન હોવાને કારણે ફરિયાદોનો ઉકેલ આવતો નહતો. પીજીવીસીએલ દ્વારા આવેલા ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્રમાં 66 કર્મચારીઓ રહેશે. જેમાં 48 જુનિયર આસિસ્ટન્ટ, 16 જુનિયર ઇજનેર, 1 નાયબ કાર્યપાલક ઇજનેર તથા 1 કાર્યપાલક ઇજનેરનો સમાવેશ થાય છે. અગાઉ પ્રાઇવેટ કંપનીને 3 વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ ચોમાસા દરમ્યાન ગ્રાહકો દ્વારા ફોન રિસીવ ન થતો હોવાની સતત ફરિયાદને લીધે હવે આ ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્ર વીજતંત્રે પોતાના હસ્તક લઈ લીધું છે. આ ગ્રાહક ફરીયાદ નિવારણ કેન્દ્રમાં જિલ્લાવાર ગ્રાહકોની ફરિયાદ નોંધીને સંબંધિત વિભાગના ફોલ્ટ સેન્ટરને જાણ કરવામાં આવશે. રજૂઆતકર્તાં સાથે ફરિયાદ અંગે વાતચીત કરી ફોલ્ટ રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Rajkot: PGVCL: For power fault complaints, you can lodge a complaint on WhatsApp number 95120 19122.

Related posts

રાજકોટમાં લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું CM પટેલના હસ્તે 24મીએ લોકાર્પણ

aasthamagazine

રાજકોટ : દારૂ પીધેલા માત્ર ૧૭ શખસો જ ઝડપાયા ? !

aasthamagazine

મુખ્યમંત્રી રૂપાણી જન્મદિવસે સોમવારે રાજકોટમાં

aasthamagazine

નિરાધાર ગૌમાતા ના લાભાર્થે ભવ્ય લોકડાયરો – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ : રાજવી પરિવારના મિલકત વિવાદમાં : સરકારી અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ

aasthamagazine

Speed News – 03/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment